સુરત(SURAT):રાજ્યભરમાં હત્યાના બનાવ ખુબ જ સામે આવી રહ્યા છે,ત્યારે વધુ એક હત્યાનો બનાવ surat શહેર માંથી સામે આવ્યો છે,વરાછામાં દુકાનની બહાર સિગારેટ પીવાની ના પાડનાર યુવક સાથે ઝઘડો કર્યો હતો. જેમાં યુવકનો નાનો ભાઇ સમજાવવા જતાં તેની સાથે પણ ઝઘડો કરીને હુમલાખોરોએ ચપ્પુના ઘા ઝિંકી હત્યા કરી હતી.
મળતી માહિતી મુજબ,વરાછાના બરોડા પ્રિસ્ટેજ ખાતે સેલ્સમેન તરીકે નોકરી કરતાં 30 વર્ષીય બોબી યાદવનો મોટો ભાઇ ઘનશ્યામ નગરમાં કોસ્મેટિકની દુકાન ધરાવે છે. બે દિવસ પહેલા કેટલાંક 7 થી 8 વ્યક્તિઓ બોબી યાદવની ભાઇની દુકાન પાસે સિગારેટ પી રહ્યાં હતા. ત્યારે બોબીના ભાઇએ તેમને ઠપકો આપી ત્યાં સિગારેટ પીવાની ના પાડી હતી.
આ ઘટનાની દાજ રાખીને બે દિવસ બાદ આ 7 થી 8 જેટલા યુવકો ફરીથી ત્યાં આવ્યા હતા. જેમણે ફરીથી દુકાન પાસે સિગારેટ પીને માથાકૂટ કરી હતી. જેનાથી આ લોકો સાથે બોબીના ભાઇનો ખુબ જ ઝઘડો થયો હતો,મોટાભાઇની સાથે ઝઘડો થયો હોવાની ખબર પડતા બોબી પણ મોડી રાત્રે દુકાન પાસે આવ્યો હતો. બોબી સાથે ધમાલ કરીને અજાણ્યાઓએ બોબીની ઉપર જ ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો.
બોબી ખુબ જ ખરાબ હાલતમાં લોહીથી લથબથ થઇ ગયો હતો,તાત્કલિક બોબીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો,જ્યાં ફરજ પરના તબીબે બોબીને મૃત જાહેર કર્યો હતો.પોલીસે ગુનો નોંધીને 7થી 8 આરોપીઓ સામે ગુનો નોંધી સંદીપ, અજય અને પૃથ્વીરાજ સહિત 5ની ધરપકડ કરી હતી.