સુરતમાં 20 વર્ષીય યુવકે છઠ્ઠા માળેથી કૂદીને કર્યો આપઘાત,રોજગારી માટે આવ્યો ને પ્રેમમાં જીવ ગુમાવ્યો.

સુરત(surat):રાજ્યભરમાં આપઘાતના બનાવમાં ખુબ જ વધારો  થઇ રહ્યો છે,હાલમાં જ વધુ એક સુરતમાંથી આપઘાતની ઘટના સામે આવી છે,મળતી માહિતી પ્રમાણે પ્રેમ પ્રકરણને લઈને આપઘાત કર્યો હોવાનું માહિતી મળી રહી છે.,આપઘાતનું પગલું ભરતા પહેલા યુવકે પોતાની પ્રેમિકા સાથે વાત કરી હતી અને યુવકે તેની જોડે વાતચીત કર્યા બાદ આ પગલું ભર્યું હોવાની આશંકા છે.

મળતી માહિતી મુજબ,મૂળ રાજસ્થાનનો 20 વર્ષીય મોહન રતન ભગોલા સુરતના ભિમરાડ વિસ્તારમાં રહેતો હતો. 20 દિવસ પેહલા જ રાજસ્થાનથી સુરત તે રોજગારી માટે આવ્યો હતો. અહીં તે ભીમરાડ વિસ્તારમાં આવેલ ચેકપોસ્ટ પાસે નવનિર્મિત બિલ્ડીંગમાં ટાઇલ્સ લગાવવાનું કામ કરતો હતો. રોજગારી માટે તે એકલો જ સુરત આવ્યો હતો, તેનો પરિવાર વતનમાં જ રહે છે.

સુરતની નવનિર્મિત બિલ્ડિંગમાં છઠ્ઠા માળે મોહન ટાઈલ્સનું કામ કરી રહ્યો હતો. સાઈટ પર કામ કરતો હતો ત્યારે એકાએક તેણે છઠ્ઠા માળેથી કુદી ગયો હતો,તરત જ સાથી કર્મચારી નજીક ની હોસ્પિટલ સારવાર માટે લઇ ગયા હતા,ત્યાં હાજર તબીબે મોહનને મૃત જાહેર કર્યો હતો.

ઘટના સ્થળ તરત જ પોલીસ આવી ગઈ હતી,અને મોહનના મૃતદેહને તાત્કાલિક ધોરણે પીએમ માટે લઇ જવામાં આવ્યો હતો,પોલીસે સાથી કર્મચારીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે,યુવક છેલ્લે પોતાની પ્રેમિકા જોડે ફોનમાં વાત કરતો નજરે પડ્યો હતો. આ કારણોસર હાલ પ્રેમિકાના કારણે તેણે આ આપઘાતનું પગલું ભર્યું હોય એવી શંકાઓ થઇ રહી છે.

પરિવારે જુવાન દીકરો ગુમાવતા ઊંડા આઘાતમાં સરી પડ્યો  હતો.