જૂનાગઢમાં માતાની મમતા લજવાઈ,4 મહિનાની બાળકીને ઊંઘમાં જ માતાએ નદીમાં ફેકી દીધી,કારણ જાણીને પગ નીચેથી જમીન સરકી જશે.

જુનાગઢ(junagadh):કહેવાય છે ક માં તે માં,બીજા બધા વગડાના વા,પરંતુ આ કહેવતને ખોટી પડે એવો કિસ્સો જૂનાગઢમાં સામે આવ્યો છે,જેમાં ખુદ માતાએ જ પોતાની 4 મહિનાની બાળકીને ઊંઘમાં જ નદીમાં ફેકી દીધી.

જૂનાગઢના માળિયાહાટિના તાલુકાના માતરવાણીયા ગામમાં રહેતા એક પરિવારની ચાર મહિનાની માસૂમ બાળકી શુક્રવારે પોતાના ઘરેથી ગુમ થયા બાદ અડધો કિલોમીટર દૂર આવેલી નદીમાંથી તેની લાશ મળી હતી. જે બાળકી ચાલતા પણ શીખી ન હતી તેની નદીમાંથી લાશ મળતા માસૂમના મોતનું રહસ્ય અઘરું લાગ્યું હતું.

કલાકોમાં પોલીસે બાળકીની હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ બાળકીની હત્યા બીજા કોઇએ નહીં પણ તેની જ માતાએ કરી હતી. માસૂમની હત્યા કરવાનું જે કારણ હત્યારી માતાએ પોલીસને આપ્યું તે જાણીને પોલીસના પગ તળેથી જમીન સરકી ગઇ હતી.

જૂનાગઢ જિલ્લાના માતરવાણીયા ગામના હિરેન નાથાભાઈ પરમારના લગ્ન અઢી વર્ષ પહેલાં વેરાવળના મીઠાપુર ગામની કિર્તી ડોડીયા સાથે થયા હતા. ચારેક મહિના અગાઉ કિર્તી ડોડીયાએ બાળકીને જન્મ આપ્યો હતો. જેનું નામ પ્રિષા રાખવામાં આવ્યું હતું. ત્યારે શુક્રવારે સવારે કિર્તી ડોડીયાએ તેના પતિ હિરેન પરમારને જગાડીને પૂછ્યું હતું કે, પ્રિષા ઘોડિયામાં નથી, એને તમે રમાડવા લીધી છે. હિરેન પરમારે ના પાડતા ઘરના અન્ય સભ્યોને જાણ કરી હતી. જોકે, પ્રિષા ક્યાંય મળી નહોતી.

ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસની ટીમ ડોગ  સાથે માતરવાણીયા ગામમાં પહોંચી હતી.સાથે પોલીસની ટીમ અને ગ્રામજનો પણ ત્યાં પહોંચતા નદીના કાંઠા પર પાણીમાં પડેલો પ્રિષાનો મૃતદેહ જોઈ સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા.

પ્રિષા માતા-પિતાનું એકનું એક સંતાન હતું જેથી પોલીસને એમના પર પણ શંકા નહોતી,પોલીસે કિર્તીની આગવી ઢબે પુછપરછ કરતાં કિર્તી ભાંગી પડી હતી અને પોતાની માસૂમ બાળકીની એણે જ હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. જોકે, બાળકીની હત્યા કરવાનું કારણ કિર્તીએ જે પોલીસને આપ્યું એ ખુબ જ ચોંકાનારુ હતું.

કિર્તીએ જણાવ્યું હતું કે, દીકરીનો જન્મ થયો ત્યારથી મારા પતિ તથા સાસુ-સસરા કહેતા હતા કે, તને છોકરીની સાળ સંભાળ લેતા આવડતું નથી. છોકરા સાચવતાં ન આવડતું હોય તો પેદા કેમ કરો છો? તેમ કહેતાં મને લાગી આવ્યું હતું.

આ ઉપરાંત પ્રિષાનો દવાનો નાનો-મોટો જે ખર્ચ થતો તે અંગે પણ મને વારંવાર સંભળાવતા હતા. જેથી મને થયું કે, મારી દીકરી હજુ તો ચાર મહિનાની છે અને આ લોકો આવો વ્યવ્હાર કરે છે. તો મોટી થશે ત્યારે શું નહીં કરે? મારા મગજમાં આની આ વાત ફરતી હતી. જેથી મે પ્રિષાને ઉંઘમાં જ ઘોડિયામાંથી લઇ જઇને નજીકની નદી માં ફેકી દીધી હતી.

આ ઘટનાની જાણ થયા પછી પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.