ભાવનગરના સણોસરામાં આવેલી લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓના ભોજનમાંથી મરેલો દેડકો અને જીવાત નીકળતા હોબાળો.

ભાવનગર (Bhavnagar ): ભોજનમાંથી જીવાત નીકળવાનો આ કઈ પેહલો બનાવ નથી ,હજી થોડાક દિવસો પેહલા જ અમદાવાદની સિવિલમાં દર્દિઓના ભોજનમાંથી ગરોળી નીકળી હતી એવો જ બનાવમાં  આજે ભાવનગરના સણોસરા ખાતે આવેલી લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ વિવાદમાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓનાં આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીઓના ભોજનમાં જીવાત અને દેડકો આવી જતા હોબાળો મચ્યો છે.

મળતી જાણકારી મુજબ ,ભાવનગર જિલ્લાના  સણોસરા ગામે આવેલી લોકભારતી ગ્રામ વિદ્યાપીઠની આબરૂ ફક્ત પ્રાંત પુરતી જ સિમિત નથી, આ સંસ્થાની કિર્તિ નેશનલ લેવલ સુધી પ્રસરેલી છે. ત્યારે આ સંસ્થામાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપવામાં આવેલા આહારમાંથી મરેલો દેડકો અને અન્ય જીવજંતુ નિકળતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે.

વિદ્યાપીઠના સંચાલકોને વિદ્યાર્થીઓએ અગાઉ પણ ભોજનને લઈને ફરિયાદ કરી હતી તેમ છતાં સંચાલકોએ વિદ્યાર્થીઓની ફરિયાદ પર કોઈ ધ્યાન ન આપ્યું નહોતું. લોકભારતી જેવી પ્રસિદ્ધ વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે આ પ્રકારના ચેડા થાય તેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યાં છે.