રાજકોટમાં 13 વર્ષીય વિદ્યાર્થિનીને સ્કૂલનો રીક્ષાચાલક જ ભગાડી ગયો,પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું.

રાજકોટ(Rajkot):શહેરમાં અવાર નવાર એવા કિસ્સા આવતા હોય છે,જે ખુબ જ ધ્રુજાવી દેતા હોય છે,રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 13 વર્ષની વિદ્યાર્થિનીનું અપહરણ કરી નાસી જનાર સ્કૂલ રીક્ષાચાલકની પોલીસે ધરપકડ કરી છે, આ નરાધમે બાળા ઉપર દુષ્કર્મ પણ આચર્યું હોવાનું સામે આવ્યું છે, દુષ્કર્મની કલમનો ઉમેરો કરી મેડિકલ ચેકઅપ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાળા જે રિક્ષામાં સ્કૂલે જતી તેના ચાલકે જ બાળાને ભોળવી પ્રેમજાળમાં ફસાવી અપહરણ કર્યું હતું.રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે રહેતા પરિવારની 13 વર્ષની વિદ્યાર્થિનીને સ્કૂલ રિક્ષાનો ચાલક પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી ગયાનું સામે આવતા ખુબ જ ખળભળાટ મચી ગયો હતો.

’પપ્પા ભાગ લેતી આવું’ તેમ કહીં બાળા ઘર બહાર ગઈ પછી પરત જ ન આવતા તપાસ કરતા બહારપુરાની માલા કોલોનીમાં રહેતો ઇમરાન સિદ્દીક સુમરા પણ મળતો ન હતો,તેની સામે પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ધો.8માં અભ્યાસ કરતી ત્યારે ઇમરાનની સ્કૂલ રીક્ષામાં દરરોજ શાળાએ જતી. ઇમરાને વિદ્યાર્થિની પર નજર બગાડી હતી અને તેને પ્રેમજાળમાં ફસાવી હતી. આ પછી મોબાઈલમાં વાતો કરતી બાળાને તેના પિતા એક વખત જોઈ જતા તે આ રિક્ષાચાલક ઇમરાન સાથે વાતો કરતી હોવાનું સામે આવ્યું હતું.

પિતાએ તેની સગીર પુત્રી પાસેથી ફોન લઈ લીધો હતો,અને ઠપકો આપ્યો હતો. જો કે આ પછી પણ ઇમરાન સુધરવાનું નામ ન લેતા તેનાથી આગળ વધી બાળાનું અપહરણ કરી જામનગર ભાગી છૂટ્યો હતો.

ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક તપાસ કરતા આરોપી રીક્ષાચાલક ઇમરાન જામનગરથી મળી આવ્યો હતો. તેની સાથે બાળકી પણ મળી આવી હતી, જેથી પોલીસે બાળકીને છોડાવી ઈમરાનની ધરપકડ કરી અને બાળાને તેના માતા-પિતાને સોંપવામાં આવી હતી.

બાળકી સાથે શરીર સંબંધ બાંધ્યો હોવાની વાત બાળાએ તેની માતાને કરતા,પોલીસે આરોપી ઇમરાનની પૂછપરછ કરી મેડિકલ ચેકઅપ કરાવવા કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે દુષ્કર્મ આચર્યું હોવાની બાળકીની ફરિયાદના આધારે આરોપી સામેના અપહરણનાદુષ્કર્મની કલમો ઉમેરો કરવા તેમજ આગળની તજવીજ હાથ ધરી છે.