સુરત (Surat ) : ગઇકાલે મોડીરાતે શહેરના સિટીલાઇટ વિસ્તારમાં આગની ઘટના બનતાં નાશભાગ મચી ગઇ હતી. બિલ્ડીંગના 10માં માળે આગ લાગતાં એપાર્ટમેન્ટમાં રહેતા લોકોએ દોડધામ મચાવી હતી. ગેસનો બાટલો ફાટતાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે .
સિટીલાઈટ અશોક પાનની ગલીમા દેવકૃપા એપાર્ટમેન્ટમાં દસમાં માળે ગેસનો બાટલો ફાટતાં આગ લાગી હતી. ઘટનાને પગલે ફ્લેટમાં રહેતા રહીશોના જીવ તાળવે ચોંટ્યા હતા અને નાશભાગના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિકોએ ઘટનાની જાણ ફાયરબ્રિગેડની કરી હતી.
જે બાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ હાથ ધર્યું હતું.ગેસનો બાટલો ફાટતાં આગ લાગી હતી. ઘટનાને પગલે ફ્લેટમાં રહેતા રહીશોના જીવ તાળવે ચોંટ્યા હતા અને નાશભાગના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિકોએ ઘટનાની જાણ ફાયરબ્રિગેડની કરી હતી. જ્યારે આગ ભભૂકી ઉઠી તે સમયે ફ્લેટમાં 15 વ્યક્તિઓ હાજર હતા. આ તમામ લોકો બહાર દોડી ગયા હતા. જ્યારે તેઓ પૈકીની બે બાળકી ફ્લેટમાં ફસાઈ ગઈ હતી અને બન્ને બાળકીઓ અર્પિતા(13) અને શ્રેયા(6)ને ફાયરના જવાનોએ જીવના જોખમે રેસ્ક્યુ કરી સહિસલામત બચાવી લીધી હતી.
આગ પર કાબુ મેળવ્યા બાદ તપાસ કરતા પરિવારને ત્યાં ઘરઘાટી તરીકે કામ કરતી મહિલા રાધાબેન પરસોત્તમભાઈ બારીયા(55)પલંગ નીચેથી બેભાન હાલતમાં મળી આવ્યા હતા. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતા ઉમરા પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.
ઓમ શાંતિ