જુનાગઢમાં હદય થંભી જાય તેવો અકસ્માત: એક્ટિવા સવાર મહિલાને કાળ ભરખી ગયો .

જુનાગઢ (Junagdh): અમુક અકસ્માત ના દ્રશ્યો જોઇને આપનું હદય થોડી ક્ષણો માટે થંભી  જાય છે .  કેશોદના સોંદરડા ગામમાં રહેતા રત્નકલાકાર મહિલા પ્રવિણાબેન અશ્વિનભાઈ વાજા ગુરુવારે કેશોદથી પોતાના ગામ સોંદરડા એક્ટિવા પર જઈ રહ્યા હતા ત્યારે જ કેશોદ પોસ્ટ ઓફિસ નજીક ક્રેઈનના ચાલકે અડફેટે લેતા પ્રવિણાબહેન પડી ગયા હતા .

ક્રેઈનના તોતિંગ વ્હિલ તેના પર ફરી વળતા પ્રવિણાબહેનનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું.કેશોદમાં બનેલી જીવલેણ અકસ્માતની આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, રસ્તાની એક બાજુ રખડતા ઢોરનો અડિંગો છે અને બીજી તરફ અડધા રસ્તા સુધી વાહનો પાર્ક થયેલા જોવા મળી રહ્યા છે.

મૃતક મહિલાના પરિવારમાં પતિ અને એક 17 વર્ષનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે અકસ્માત સર્જનાર ક્રેઈનના ચાલક સાથે હરેશભાઈ મોહનભાઈ વાજા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.