સુરતમાં આડા સંબંધનો ભાંડો ફોડતા પતિએ પત્નીને મારી નાખી,લાશ દફનાવવા જતા મિત્રએ યુવકની હત્યા કરી.

સુરત(surat):પ્રેમ પ્રકરણને લઈને ખુબ જ કિસ્સા સામે આવી રહ્યા છે,સુરતમાં એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે.પહેલા પતિએ તેના પત્નીની ગળે ટુંપો આપી હત્યા કરી અને ત્યારબાદ હત્યારા પતિની જ હત્યા તેના મિત્રએ કરી નાખી હતી.બંનેના મૃતદેહ પોલીસને તાપી નદી પાસેથી મળી આવ્યા હતા.

આ બંને પતિ-પત્નીના મર્ડર પાછળ અદ્દભુત મિસ્ટ્રી સામે આવી હતી. મિત્રની હત્યા કરનાર અક્ષયની ધરપકડ કર્યા બાદ તેણે પૂછપરછમાં જણાવ્યું હતું કે, હું અને મારી પત્ની મીના, કૌશિક અને તેની પત્ની કલ્પના ચેરવ એક જ ગામના છે. હું અને કૌશિક નાનપણથી મિત્ર છીએ ત્યારે 15 દિવસ પહેલા કૌશિક અને તેની પત્ની કલ્પના સુરત આવ્યા હતા,અને મારા ઘરે એક જ રૂમમાં રહેતા હતા.

આ દરમિયાન કૌશિક અને મારી પત્ની મીના વચ્ચે અનૈતિક પ્રેમના સંબંધો બંધાયા હતા. આ બાબતની જાણ કૌશિકની પત્ની કલ્પનાને થઈ ગઈ હતી. જેથી બંને વચ્ચે બહુ મોટો ઝઘડો થયો હતો.

કૌશિક અને કલ્પનાએ થોડા સમય પહેલા જ પ્રેમલગ્ન કર્યા હતા,  તેના પતિનાં રાખવામાં આવેલા અન્ય સ્ત્રી સાથેના અનૈતિક સંબધ પકડાઈ જતા બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો, જેમાં કૌશિકે તેની પત્ની કલ્પનાનાને ગળે ટૂંપો આપી હત્યા કરી નાખી હતી.

કૌશિકે તેની પત્નીને મારી  નાખ્યા બાદ  તેને આત્માહત્યા દર્શાવવા જતો હતો પરંતુ, તેનો મિત્ર અક્ષય દરેક બાબત જાણી ગયો હતો. જેથી ગામમાં તેમનું નામ બદનામ ન થાય માટે બંને સાથે મળી કલ્પનાની લાશને કોથળામાં ભરી રીક્ષામાં બેસી તાપી નદીના કિનારે લઈ ગયા હતા.

અહીં કલ્પનાની લાશને ફેંકી દીધા બાદ કૌશિક અને તેના મિત્ર અક્ષય વચ્ચે ત્યા જ ઝઘડો થયો હતો. આ દરમિયાન અક્ષયે તેના મિત્ર કૌશિકને જ માથામાં પથ્થર મારી ગળે ટૂંપો આપી હત્યા કરી, તેની લાશને તેની પત્નીની લાશથી થોડે દૂર ફેંકી ફરાર થઈ ગયો હતો.

અનૈતિક સંબંધમાં બે પરિવારો વિખેરાઈ ગયા છે.કૌશિકની હત્યા કરી અક્ષય તેની પત્નીને લઇ દાહોદ ભાગી ગયો તો પોલીસે દાહોદથી તેને ઝડપી પાડયો છે.