સુરત(surat):સુરતમાં સોશિઅલ મીડિયામાં રિલ બનાવી રાતોરાત ખ્યાતિ મેળવવી હતી અને રિલ બનાવવા માટે સારા કપડાં અને ઘડિયાળ જોઈતા હોવાને લઈને તેઓ ચોરી કર્યા બાદ સોના ચાંદીના દાગીના વેચવા માટે ઉત્તર પ્રદેશ સુધી જતા હોવાની કબુલાત કરતા પોલીસે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના અલથાણ વિસ્તારમાં એક બંગલાના ટેરેસ ઉપરથી બારી ખોલી રૂમમાં પ્રવેશ કરી ઘરમાં રહેલા સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયાની ચોરી થયા હોવાની ફરિયાદ 30 જુનના રોજ નોંધાઇ હતી.
આ મામલે પોલીસે તપાસ શરૂ કરતાં આજુબાજુમાં રહેલા મકાનોના સીસીટીવી ચેક કરતા આ ઘટના કેમેરામાં કેદ થઇ હતી. જોકે એક માણસની ઓળખ થતા તેનું નામ ભોલાસિંગ હોવાનું સામે આવ્યું હતું.
ભોલાસિંગને પકડી પાડવા માટે પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી હતી અને આરોપીને તપાસ કરતા આરોપી ઉત્તર પ્રદેશ ખાતે જતા રહ્યા હોવાની વિગતો સામે મળી હતી.
પોલીસની એક ટીમ ઉત્તર પ્રદેશના કાનપુર ખાતે આવેલા મુસાનગર નયા પુરવા ગામ પહોંચી હતી અને ત્યાંથી વિમલસિંહ ઉર્ફે ભોલાસિંગ મહેન્દ્રસિંહ ઠાકુર બંટી જયસિંહ રાજપુત બીનુકુમાર ગંગાપ્રસાદ કેવડ અને સજ્જન છૂટેલાલ કેવટ ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી.
મોટરસાયકલ અને મોબાઈલ મળી 28,77,000 નો મુદ્દા માલ પોલીસે કબજે કરી આરોપીઓની પૂછપરછ શરૂ કરી હતી. ત્યારે આરોપીઓને સોશિયલ મીડિયામાં રિલ બનાવી રાતોરાત ખ્યાતિ મેળવવી હતી જેને લઇ સારા કપડાં અને ઘડિયાળ જોઈતા હોવાને લઈને આ યુવાનો ચોરીના રવાડે ચડ્યા હતા.
સોના ચાંદીના દાગીના સહિત 22 લાખ રૂપિયા રોકડા કબજે કર્યા હતા 24 લાખ રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યા તમામ આરોપીઓને પોલીસ સુરત ખાતે લઈ આવી હતી.