સસ્તામાં અમરનાથ યાત્રાના નામે ભરૂચના ઠગે ટ્રસ્ટ નામે હરહર મહાદેવ ગ્રૂપ રચી લોકોને ફસાવ્યા….

સુરત (Surat): મોટા શહેરોમાં  અવનવી રીતે માણસો ને ઠગી રહ્યા છે . એવામાં જ એક નવો કિસ્સો સામે આવ્યો છે .અખંડઆનંદ કોલેજની બાજુમાં વિરામનગર સોસાયટીમાં નિલેષ નાથાભાઈ ધડુક ઇલેક્ટ્રોનિક્સના વેપારી છે. નિલેશભાઇના મિત્ર દિવ્યાંગભાઇએ તેઓને કહ્યું કે, મારો પાડોશી યુવક નામે મનીષ સોલંકી (રહે. સુમન દર્શન, કોઝવે રોડ)ના સંબંધી રાહુલ ગામીત ટ્રાઇબલ કીંગ નામથી ટ્રસ્ટ ચલાવે છે અને શ્રદ્ધાળુઓને સસ્તામાં અમરનાથ યાત્રા કરાવે છે.

વ્હોટ્સએપમાં હરહર મહાદેવ નામનુ ગ્રૂપ બનાવીને ભરૂચના ઠગે સુરત સહિતના 150થી વધુ શ્રદ્ધાળુઓને સસ્તામાં અમરનાથ યાત્રાએ લઇ જવાનું કહીને ઠગાઇ કરતા ચોકબજાર પોલીસમાં નોંધાઇ છે.સુરતથી અમદાવાદ આવવા જવાના 1000 અને અમદાવાદથી અમરનાથ યાત્રાના 1000 એમ 2000 રૂપિયા જ લે છે. માત્ર 2000 રૂપિયામાં અમરનાથ યાત્રા થતી હોય ધડુક અને દિવ્યાંગ સહિતના મિત્રોએ તેમાં રસ દાખવ્યો હતો.

 તેઓ છ જણાએ 12,000 રૂપિયા રજીસ્ટ્રેશન ફી, ફિટનેસ સર્ટી તથા ફોટો વગેરે મનીષ સોલંકીને આપ્યા હતાં. બાદ મનીષે આ તમામને હરહર મહાદેવ વોટ્સએપ ગૃપમાં એડ કર્યા હતાં.વિવિધ બહાના કાઢી લોકો બસની રાહ જોતા રહ્યા અને બસ આવી જ નહીં. લોકોએ રાહુલ ગામીતને ફોન કર્યો પરંતુ તેનો ફોન પણ બંધ આવતો હતો.

 આવી રીતે રાહુલ ગામીતે યાત્રાના નામે શ્રધ્ધાળુંઓ સાથે ચિટિંગ કરતાં મામલો પોલીસમાં પહોંચ્યો હતો. બનાવ અંગે ધડુકે આપેલી ફરિયાદના આધારે પોલીસે રાહુલ રમેશ ગામીત (રહે, ભુલેશ્વરગામ, સેવાદ, જિ-ભરૂચ) સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.આ તમામ લોકોને પહેલા વ્હોટ્સએપ મેસેજમાં ફેરફાર કરવો પડ્યો છે કહીને પહેલા હેલીકોપ્ટર અને ત્યારબાદ ટ્રેન બુકીંગમાં પણ સમસ્યા હોવાનું કહીને સ્લીપીંગ બસમાં જવાનું કહ્યું હતું. પરંતુ અનેક લોકોએ સ્લીપીંગ બસમા જવાની ના પાડી હતી.

આ દરમિયાન રાહુલે ટ્રેન મારફતે બુકીંગ ચાલુ છે કહીને 150 થી વધુ લોકોને સુરતથી અમદાવાદ બસ મારફતેે જવાનું કહીને સુમન આવાસ પાસે બોલાવ્યા હતા પણ બસ આવી ન હતી.