વડોદરામાં બનેલી દુર્ઘટનામાં પિતરાઇ ભાઇ-બહેનના એક સાથે જનાજા નીકળ્યા,17 વર્ષ બાદ સંતાન સુખ મળ્યું હતું

વડોદરા(VADODARA):અવાર નવાર બનતી ઘટનાઓમાં અમુક ઘટનાઓ  આપણને ખુબ જ ચોકાવનારી ઘટના સામે આવતી હોય છે,વડોદરામાં બનેલી દુર્ઘટનાથી લોકોમાં ખુબ જ શોકનું મોજું ફરી વળ્યું છે.

મળતી માહિતી મુજબ, ગુજરાતને હચમચાવતી હોડી દુર્ઘટનામાં મોતને ભેટેલ 12 બાળકોમાં આજવા રોડ સબીના પાર્કના પિતરાઇ ભાઇ-બહેનનો પણ સમાવેશ થાય છે. આશીયાના પિતા અને રયાનના લંડન ગયેલા કાકા સમી સાંજે આવ્યા બાદ બંને ભાઇ-બહેનના સાથે ઘર આંગણેથી જનાજા નીકળતા શોકનું મોજું ફરી વળ્યું હતું.

પાર્કમાં રહેતા પિતરાઇ ભાઇ બહેન 9 વર્ષની  આશીયા ફારૂકભાઇ ખલીફા અને 8 વર્ષની રયાન હારૂનભાઇ ખલીફાના પણ મોત નીપજ્યાં હતા. ફારૂકભાઇને 17 વર્ષ બાદ સંતાન સુખ મળ્યું હતું. તેઓ દીકરી આશીયાને લંડન લઇ જઇ ઉચ્ચ શિક્ષણ અપાવવા માંગતા હતા,પરંતુ કુદરતને એ વાત મંજુર ન હતી.

સબિના પાર્કમાંથી નીકળેલા જનાજા પાણીગેટ જાફર શહીદ કબ્રસ્તાન ખાતે પહોંચ્યા હતા. જ્યાં બંને ભાઇ-બહેનની દફનવિધિ કરવામાં આવી હતી.વડોદરામાં બનેલી આ દુર્ઘટનામાં માસુમ બાળકોનો ભોગ લેવાતા લોકોમાં ભારે રોષ તેમજ શોકની લાગણી પ્રસરી ગઈ હતી.