IND vs AUS: લગાતાર 4 સીરીજ જીતી, ભારતે ઓસ્ટ્રેલિયા સામે વિશેષ સ્થાન હાંસલ કર્યું

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બોર્ડર-ગાવસ્કર શ્રેણીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચના પાંચમા દિવસે સોમવારે ભારતીય બોલરોને પિચમાંથી કોઈ ખાસ મદદ મળી ન હતી, પરંતુ ટીમે ઘરઆંગણાની સ્થિતિમાં પ્રભુત્વ જાળવી રાખીને શ્રેણી 2-1થી જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયા સામે સિરીઝ જીતવાની સાથે જ ભારતે એક ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. ઓસ્ટ્રેલિયા સામે સતત ચાર ટેસ્ટ સિરીઝ જીતનારી ભારત 30થી વધુ વર્ષોમાં પ્રથમ ટીમ બની છે.આ સાથે ભારતે સતત બીજી વખત ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. મેચ.. ક્રાઈસ્ટચર્ચમાં શ્રીલંકા સામે ન્યુઝીલેન્ડની રોમાંચક બે વિકેટથી જીત સાથે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં ભારતની ટિકિટ કન્ફર્મ થઈ ગઈ.

બોર્ડર ગાવસ્કર ટ્રોફીના પહેલા હાફમાં ભારતે ભલે પ્રભુત્વ જમાવ્યું હોય, પરંતુ ઓસ્ટ્રેલિયાએ વળતો પ્રહાર કર્યો અને લડત આપ્યા વિના હાર માની નહીં. આ રીતે ભારતે ઓસ્ટ્રેલિયા સામે છ વર્ષમાં સતત ચોથી સિરીઝ જીતી છે અને ત્રણ દાયકામાં તેની સામે આવું કરનાર પ્રથમ ટીમ બની છે. આ જીતનો સિલસિલો 2017ની હોમ સિરીઝ દરમિયાન શરૂ થયો હતો.

See also  સસરાના પગમાં થયું ફ્રેક્ચર, હોસ્પિટલમાં સ્ટ્રેચર ન મળ્યું તો ચાદરમાં ખેંચીને પરત ફરી પુત્રવધૂ

ભારતમાં ઓસ્ટ્રેલિયા 2016-17: ભારત 2-1થી જીત્યું
ઓસ્ટ્રેલિયામાં ભારત 2018-19: ભારત 2-1થી જીત્યું
ઓસ્ટ્રેલિયામાં ભારત 2020-21: ભારત 2-1થી જીત્યું
ભારતમાં ઓસ્ટ્રેલિયા 2022-23: ભારત 2-1થી જીત્યું

ભારતે સતત 16મી ટેસ્ટ શ્રેણી જીતીને પોતાના ઘરઆંગણે પ્રભુત્વ વધાર્યું. 2018 પછી આ બીજી વખત પણ બન્યું જ્યારે ભારતમાં કોઈ ટેસ્ટ ડ્રોમાં સમાપ્ત થઈ. ભારત અને ઓસ્ટ્રેલિયા આ વર્ષના અંતમાં જૂનમાં ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ટકરાશે. આ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતનો સતત બીજો દેખાવ છે, જ્યારે ઓસ્ટ્રેલિયા પ્રથમ વખત ક્વોલિફાય થયું છે. ગત વખતે ભારતને ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.