સલમાન રશ્દી પર હુમલામાં ઈરાનનો હાથ ન હતો, તેહરાને નિવેદન જારી કરીને ખંખેરી નાખ્યું

તાજેતરમાં ન્યુયોર્કમાં એક કાર્યક્રમમાં રશ્દી પર એક વ્યક્તિએ છરી વડે હુમલો કર્યો હતો. આમાં તે ગંભીર રીતે ઘાયલ થયા છે. ઈરાનના વિદેશ મંત્રાલયે આજે પ્રથમ વખત નિવેદન જારી કરીને કહ્યું કે આ ઘટનામાં તેની કોઈ ભૂમિકા નથી. રશ્દીની અમેરિકાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ઈરાને ભારતીય મૂળના જાણીતા લેખક સલમાન રશ્દી પર ન્યૂયોર્ક હુમલામાં સંડોવણી હોવાનો ઈન્કાર કર્યો છે. તેહરાને આ ઘટનામાં કોઈ ભૂમિકા હોવાનો સ્પષ્ટપણે ઈન્કાર કર્યો છે.
તાજેતરમાં ન્યુયોર્કમાં એક કાર્યક્રમમાં રશ્દી પર એક વ્યક્તિએ છરી વડે હુમલો કર્યો હતો. આમાં તે ગંભીર રીતે ઘાયલ થયો છે. ઈરાનના વિદેશ મંત્રાલયે આજે પ્રથમ વખત નિવેદન જારી કરીને કહ્યું કે આ ઘટનામાં તેની કોઈ ભૂમિકા નથી. રશ્દીની અમેરિકાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સૂત્રોની માહિતી મળતા આજે હોસ્પિટલમા સારવાર લઇ રહેલા સલમાન રશ્દીની તબિયતમાં સુધારો થયો છે.

અંગ્રેજીના પ્રખ્યાત લેખત સલમાન રશ્દી પર એક શખ્સ દ્વારા છરીના ઘા માર્યા હતા અને હત્યા કરવાનો પ્રયાસ કયો હતો જો કે હુમલાવરને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે અને તેને પોતાનો ગુનો કબૂલ કર્યો છે.