આજકાલ સ્માર્ટફોનના ઉપયોગકર્તાઓને સ્માર્ટફોની સ્પીડ ઓછી થવાની સમસ્યા વધારે રહે છે, આવુ ઘણા બધા કારણોસર થતુ હોય છે, જો તમારો ફોન પણ સ્પીડમાં ધીમો હોય અને ધીમે કામ કરી રહ્યો હોય, તો અહીં બતાવેલી ટિપ્સને અનુસરો તેની સ્પીડને ફાસ્ટ કરી શકો છો. જાણો સ્પીડ વધારવાની આસાન રીત.
સૉફ્ટવેર અપડેટ ના હોવાના કારણે પણ તમારો ફોન સ્લૉ કામ કરે છે. આવામાં જો તમારો ફોન સ્લૉ થઇ જાય તો ચેક કરીજુઓ કે ક્યાંક નવુ સૉફ્ટવેર અપડેટ તો નથી થયું ને, નવુ અપડેટ દેખાય તો તરત જ કરી લો અપડેટ.
જો તમારો ફોન સ્લૉ થઇ ગયો છે, તો તેને બરાબર કરવા માટે એનિમેશન સેટિંગ્સ બદલો. આ માટે તમારે ડેવલપર ઓપ્શન ચાલુ કરવુ પડશે, આવુ કરવા માટે Settings માં જાઓ, પછી About Phoneમાં જઇને Software information અને Build Number પર ટેપ કરો. આ પછી તમારા સ્માર્ટફોનમાં ડેવલપર ઓપ્શન દેખાશે. આ પછી એકવાર ફરીથી સેટિંગ્સમાં જાઓ અને ડેવલપર ઓપ્શનમાં જઇને એનિમેશન સેટિંગ્સમાં જઇને ચેન્જ કરો, અહીં તમામ પૉઇન્ટ્સ 1X સેટ માટે દેખાશે. આને પુરેપુરી રીતે ઓફ કરી દો, કે પછી આની વેલ્યૂ 0.5X પર સેટ કરી દો.
જો તમે પણ તમારા સ્માર્ટફોનને Widgets થી ભરી દો છો, તો તમારે આને ડિસેબલ કરવુ જોઇએ. આનાથી તમારા ફોનની સ્પીડ સ્લૉ થઇ જાય છે. જો તમે આને ડિસેબલ રાખો છો તો તમારો ફોન પણ સ્લૉ પ્રૉસેસિંગને બેસ્ટ બનાવી શકે છે. જો તમે કોઇ નવો સ્માર્ટફોન લો છો, તો તમે નૉટિસ કર્યુ હશે કે આમાં કેટલાકી પ્રી ઇન્સ્ટૉલ એપ્સ આવે છે, આ તમારા ફોનની સ્પીડને ઓછી કરી દે છે. આવામાં જો તમે ઉપયોગ નથી કરી તો આને ઇન્સ્ટૉલ કરી દો.
જો તમારો ફોન અચાનક યૂઝ કરતા ચાલતા ચાલતા બંધ થઇ જાય છે, કે પછી હેન્ગ થઇ જાય છે, તો આની પાછળ એપ Cache એક કારણ હોઇ શકે છે. આવામાં સ્પીડને ઠીક રાખવા માટે એપ Cacheને ડિલીટ કરતાં રહો.