ગુજરાતીઓ હવે તૈયાર રહેજો કડકડતી ઠંડીનો સામનો કરવા, આગાહી છે ભયકંર ઠંડીની

ગુજરાતમાં હવે ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ ખુબ જ વધી રહ્યું છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં બપોર પછીથી જ સ્વેટર પહેરવું પડે એવી સ્થિતિ આવી ગઈ છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસની અંદર તો તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતો જોવા મળીરહ્યો છે. જ્યારે બીજી તરફ નલિયામાં તો જાણો કોલ્ડ વેવ આવી ગઈ હોય એમ થયું છે. ચલો વિગતવાર જોઈએ. ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાના લીધે ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે.

અમદાવાદ સહિતના ઘણા શહેરોના તાપમાનમાં અત્યારે ઘટાડો જણાય રહ્યો છે. ગુજરાતમાં પણ છેલ્લા બે દિવસથી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર જેવા મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે ત્યારે નલિયામાં રાજ્યનું ગઇકાલે 15 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગાંધીનગરમાં પણ પારો 15 ડિગ્રી નીચે જોવા મળ્યો હતો. આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં શિયાળાએ આગમન કર્યું છે તેમજ નવા વર્ષમાં તીવ્ર ઠંડીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.

રાજ્યમાં લોકોને હજુ પણ વધારે ઠંડીમાં ઠુઠરવા રહેવુ પડશે તૈયાર આગામી બે દિવસ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ગગડતા ઠંડી વધશે. સૌથી વધારે ઠંડી કચ્છના નલિયામાં 12.6 ડિગ્રી નોંધાઇ છે. જો કે દિવસ દરમિયાન સાધારણ ગરમી અને રાત્રે અચાનક ઠંડીમાં વધારો થતા અત્યારે ડબલ ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં આગામી ચાર દિવસ લઘુતમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સોમવારથી રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો 16 થી 18 ડિગ્રીની આસપાસ રહ્યો હતો. આગામી 3 દિવસ સુધી સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેના કારણે રાત્રે પરોઢે ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો. આગામી 24 કલાક દરમિયાન રાજ્યભરમાં ઠંડી વધે તેવી શક્યતા છે.

આ વર્ષે શિયાળાએ પોતાનો પરચો બતાવવાનું શરૂ કરી દીધું છે અને જોરદાર ઠંડી પડે તેવી વકી છે પવનની સરેરાશ ઝડપ પણ 9 થી 10 કિલોમીટર પ્રતિકલાકે રહેતા પરોઢે અને મોડી રાત્રે જોરદાર ઠંડી વર્તાઇ રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે બે કે ત્રણ દિવસની અંદર ઠંડીનું પ્રમાણ વધવાની આશંકા છે. અત્યારે જોવાજઈએ તો તાપમાનમાં નહિવત ઘટાડો નોંધાયો છે. પરંતુ આગામી સમયમાં વધુ ઠંડીનું મોજુ પ્રસરી શકે એવી આગાહી કરવામાં આવી છે. નોંધપાત્ર રીતે જોઈએ તો ગુજરાતના ઘણા વિસ્તારોમાં લોકો બપોરે પણ સ્વેટર પહેરીને બહાર નીકળે એવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે.