સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં જાડા ઉલટી થી 41 વર્ષે યુવકનું મોત નિપજતાં સુરત મહાનગરપાલિકા તંત્ર દોડતું થયું છે યુવકને અચાનક જાડા ઉલટી થતા તેને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરે તપાસ કરતા તેને મૃતક જાહેર કર્યો હતો
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ રાધેશ્યામ નગરમાં રહેતા અને મૂળ ઓડિશા નો વતની 35 વર્ષીય અંતરયામી ડાકુઆ લુમ્સ ખાતામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો તેઓની અચાનક તબિયત લથડતા તેઓને એક બાદ એક ઝાડા ઉલટી થવા લાગી હતી તેઓ નજીકના દવાખાને જઈ સારવાર મેળવી હતી પરંતુ તબિયત વધુ ગંભીર થતા તાત્કાલિક સારવાર નવી સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારજનો લઈ ગયા હતા જ્યાં તબીબોએ તેની તપાસ કરી મૃત ઘોષિત કર્યો હતો.
સગા સંબધીઓએ તબીબોને જણાવ્યું હતું કે અંતરયામીને શુક્રવારે ત્રણેક વાગ્યાના અરસામાં અચાનક જાડા ઉલટી શરૂ થઈ ગઈ હતી જેને પગલે તેને સારવાર માટે નજીકનાદ હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાં ડોક્ટરે તેને દવા આપી બોટલ ચડાવી હતી. પરંતુ ત્યારબાદ પણ તેને અસર નહીં થતા વધુ તબિયત લથડતા તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા ઘટનાની જાણ સુરત મહાનગરપાલિકા તંત્રને થતા તાત્કાલિક ઘટનાની સ્થળે આવી હતી અને પરિજનોને પ્રચારક હાથ ધરી હતી ડોક્ટરે તેઓને તપાસ કરતા મૃત જાહેર કર્યો હતો