અમદાવાદ(Amadavad):અમદાવાદમાં થનારા અકસ્માતમાં 9 લોકોના ધ્રુજાવી દેતા મોત થાય છે,ત્યારે અકસ્માતમાં કૃણાલ કોડિયા નામના યુવાનનું મોત થતા પરિવારમાં ભારે આઘાત લાગ્યો છે. કૃણાલ કોડિયાની તેની બહેન સાથે વાત થઈ હતી ત્યારે બહેનને કહ્યું હતું કે રક્ષાબંધન ઉપર આવીશ. અડધી રાત્રે સર્જાયેલા નાના અકસ્માત મામલે ઇસ્કોન બ્રિજ પર ટોળું ભેગું થયું હતું.,ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવતી તથ્ય પટેલની જેગુઆર કારે ટોળાને કચડી માર્યા હતા.
આ દુર્ઘટનામાં એક પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાનનું પણ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં બોટાદ શહેરના ત્રણ યુવાનોના પણ મોત નીપજ્યા છે, જેમાં કૃણાલ કોડિયા જે અમદાવાદ ખાતે અભ્યાસ માટે ત્યાં ગયો હતો અને પીજીમાં રહેતો હતો.
કૃણાલ પણ ઇસ્કોન બ્રિજ ઉપર હતો અને તેનું આ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. આજે કૃણાલનું બેસણું રાખવામાં આવ્યું હતું, બેસણામાં મોટી સંખ્યામાં પરિવારજનો સહિત સગા સંબંધીઓ આવ્યા હતા. બેસણામાં સૌ કોઈની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા અને હૈયાફાટ રૂદન થઈ રહ્યું હતું. કૃણાલના બેન વૈશાલી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જ્યારે મારો વ્હાલો આવ્યો ત્યારે મને હગ કરીને મળ્યો હતો. તે કહેતો હતો કે તારી આંખમાં ક્યારેય આંસુ નહીં આવવા દઉં, મને રડાવીને જતો રહ્યો.
તેણે મને કીધું હતું કે રક્ષાબંધન ઉપર તને મળવા જરૂર આવીશ, મારી રક્ષાબંધન ક્યાં ગઈ ? આરોપીને ફાંસીની સજા થવી જોઈએ, જેથી કોઈ પરિવાર સાથે આવું ન થાય. પરંતુ હવે તેનો ભાઈ તેમની વચ્ચે રહ્યો નથી, જેનો હંમેશા માટે દુઃખ રહેશે.
વૈશાલી એ કહ્યું કે તેમનો જન્મદિવસ ગયો ત્યારે મેં તેને કીધું હતું કે હું રક્ષાબંધન ઉપર તારી ગિફ્ટ આપીશ,એક નો એક દીકરો ગુમાવતા પરિવારમાં ખુબ જ આક્રંદ મચ્યો હતો.