ચંદ્રયાનની જેમ શેરબજારે પણ મોટી ઉડાન ભરી,સેન્સેક્સ 65 હજારને પાર, જાણો કઈ કઈ કંપનીના શેરમાં રોકાણકારો થયા માલામાલ

આજે આખો દેશ ચંદ્રયાન 3ની સફળતાની ઉજવણી કરી રહ્યો છે,ત્યારે સાથે સાથે આજે શેરહોલ્ડરો પણ માલામાલ થઇ ગયા છે,ભારતીય બજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે,

શેરબજાર પણ ચંદ્રયાન-3ની સફળતાની  ખુબ જ ખુશી ખુશી થી ઉજવણી કરી રહ્યું છે. લાંબા સમય બાદ ભારતીય બજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. BSE સેન્સેક્સ 333.95 પોઈન્ટ ઉછળીને 65,767.25 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. તે જ સમયે NSE નિફ્ટી ફરી એકવાર 101.65 પોઈન્ટના વધારા સાથે 19,545.65 પર પહોંચી ગયો છે.

નોંધનીય છે કે લાંબા સમય બાદ માર્કેટમાં આટલી સારી તેજી જોવા મળી રહી છે. બધા જ  ઈન્ડેક્સ શરૂઆતના વેપારમાં લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો છે,સેન્સેક્સના 30માંથી 29 શેરોમાં તેજી જોવા મળી માત્ર Jio ફાયનાન્સિયલ સર્વિસના શેર જ ઘટાડો દેખાય રહ્યો છે. બીજી તરફ નિફ્ટીની વાત કરીએ તો 50માંથી 48 શેરો લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે., માત્ર 2માં ઘટાડો જોવા મળી રહ્યો છે,એટલે આજે બધા જ શેરહોલ્ડરો માલામાલ થઇ ગયા છે.