જુનાગઢના માલણકા નજીક આવેલ મધુવંતી ડેમ પર સિંહોએ આઝાદી પર્વ નિમિત્તે કરેલી રોશની નિહાળવા ચક્કર લગાવ્યા!!

હાલ સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવને લઈને તમામ સરકારી બિલ્ડીંગો પર રોશની કરવામાં આવી હતી જેમાં સરકારી કચેરીઓ હોય કે પાણી પુરવઠા વિભાગના ડેમ હોય તમામ જગ્યાઓએ તિરંગા અને રોશની થી અદભુત શણગાર કરવામાં આવ્યો હતો જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના માલણકા ગામ નજીક આવેલ મધુવંતી ડેમ પર સિરીઝો અને તિરંગાઓથી ડેમને શણગારવામાં આવ્યો હતો ડેમનો અદભુત નજારો જોવા માટે પાંચ સિંહો ડેમના પાળા પર આવી ચડિયા હતા થોડીવાર માટે સિંહોએ ડેમની રોશનીઓ નિહાળી ત્યાંથી પરત ચાલ્યા ગયા હતા આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે સિંહોને પણ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત શણગારવામાં આવેલ રોશની નિહાળવાનો મોકો મળ્યો હતો. આ ડેમ જંગલની બાજુ પર આવેલો હોવાથી અવારનવાર સિંહો પણ આવી ચડતા હોય છે ત્યારે ડેમની અદભુત રોશની નો નજારો નિહાળવા માટે પાંચ વનરાજો ડેમ સાઈડ પર લટાર મારતા હોય તેવા સીસીટીવી કેમેરાના દ્રશ્યો સામે આવ્યા છે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જોવા મળી રહ્યા છે હાલ ઠેર ઠેર આ વીડિયોને લઈ ચર્ચાઓ ચાલી રહી છે