ગુજરાતમાં આસાનીથી દારુ મળી રહ્યો છે, આ પહેલા પણ ગુજરાતમાં દારુ કાંડ થયા છે – કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છેલ્લા બે દિવસથી ગુજરાતની મુલાકાતે છે ત્યારે ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઝેરી દારુ પીવાના કારણે 28 જેટલા લોકોના મોત થયા છે. 80થી વધુ લોકો સારવાર હેઠળ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઝેરી દારુ મામલે અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ગુજરાતમાં આસાનીથી દારુ મળી જાય છે. આ પહેલા પણ દારુકાંડ થયા છે.
આજે દુખદ સમાચાર મળી રહ્યા છે કે, ભાવનગર જિલ્લામાં 25થી વધુ લોકોના મૃત્યુ થયા છે.

હોસ્પિટલમાં લોકો જીંદગી, મોત સામે ઝઝૂમી રહ્યા છે. જેનું મૃત્યુ થયું છે તેમના પરીવારને ભગવાન દુખ સહન કરવાની શક્તિ આપે. પ્રશ્ન એ પણ છે કે, ગુજરાતમાં કાનુની રીતે નશાબંધી છે તો આસાનીથી દારુ કેવી રીતે વેચાઈ રહ્યો છે. હજારો કરોડોનો ધંધો છે. આની પહેલા પણ આવું થયું છે. જનતાની જીંદગી દાવ પર લાગી છે. નશાબંધીને કડકાઈથી લાગું કરવામાં આવતી નથી. મેં સોશિયલ મીડિયામાં જોયું છે કે, તંત્રને લોકોએ ચિઠ્ઠીઓ પણ લખી છે. હું અત્યારે રાજકોટમાં છું પરંતુ રાજકોટમાં જ નહીં પુરા ગુજરાતમાં દારુ વેચાઈ રહ્યો છે. ખુલ્લેઆમ આ દારુ ગેરકાનુની વેચાય છે આ ફાયદો કોને થાય છે અને કોણ લોકો છે આ પ્રશ્ન સૌ કોઈ જાણવા માંગે છે. ઈલેક્શનમાં પણ મુદ્દો ઉઠાવીશું કેમ કે, લોકોનો જીવ જઈ રહ્યો છે. જે ઘણી જ ગંભીર વાત છે તેમ અરવિંદ કેજરીવાલે કહી હતી.