માતા મોગલ ના નામે ધતિંગ કરતા લોકો થી બચીને રહેવા મણીધર બાપુએ કહ્યા આવા વચનો…

માં મોગલના પરચા અપરંપાર છે,કચ્છના કબરાવમાં માતા મોગલ બિરાજે છે. અહીં રોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ પોતાના મનની ઈચ્છા પૂરી થયા પછી માનતા પૂરી કરવા આવે છે,માં મોગલની સેવા મણીધર બાપુ કરે છે.ઘણા લોકો માતા મોગલ ના નામે ધતિંગ કરતા હોય છે અને સામાન્ય લોકોને છેતરતા હોય છે.

આવા લોકોથી બચવાની સલાહ મણીધર બાપુએ ભક્તોને આપી છે. મણીધર બાપુએ જણાવ્યું હતું કે કબરાઉ વાળી મોગલ માં બીજી કોઈ પણ જગ્યાએ બેઠી નથી તેથી માતા મોગલ ના નામે કોઈ ધતિંગ કરે તો તેના વિશે પૂરતી જાણકારી મેળવજો.ભક્તો માતા મોગલ ને પૂજવા ઇચ્છતા હોય તો પોતાના ઘરે માતા મોગલ નો ફોટો રાખી તેની સામે ધૂપ અને દીવો કરવો.

આ સિવાય કોઈ વ્યક્તિ ધૂણી અને માતા મોગલ ના નામે ધતિંગ કરે તો તેના ષડયંત્ર માં ફસાવવું નહીં. અને આવા લોકોને પકડાવી દેવા જેથી માતા મોગલ ના નામે ખોટા ધંધા કરતા બંધ થાય.બાપુએ કહ્યું હતું કે ઘણા લોકો એવા છે જે માતા મોગલ ના નામે ધુણે છે અને વીજળીનો તાર હાથમાં લઈને ધતિંગ કરી લોકોને છેતરે છે.

આવું કામ કરીને લોકો માતાના નામે પૈસા ભેગા કરે છે. પરંતુ માતા મોગલ ક્યારેય પોતાના ભક્ત પાસેથી પૈસા લેતા નથી તેથી આવા લોકોથી સાવધાન રહેવું અને કોઈ મળે તો તેને પોલીસમાં પકડાવી દેવા.આમ મણીધર બાપુએ જુઠા ધતિંગ કરતા લોકોથી ચેતીને રહેવા જણાવ્યું છે.