જેતપુરમાં BCAનો અભ્યાસ કરતી 18 વર્ષની દીકરીનું હાર્ટ એટેક આવતા કરુણ મોત.

રાજ્યભરમાં હાર્ટ એટેકના બનાવ ખુબ જ સામે આવી રહ્યા છે, ત્યારે જેતપુરમાંથી વધુ એક હાર્ટ એટેકનો બનાવ સામે આવ્યો છે.જેતપુરમાં માત્ર 18 વર્ષની વિદ્યાર્થીનીનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે,આ ઘટનાથી ખુબ જ ચકચાર મચી જવા પામી હતી.

મળતી માહિતી અનુસાર,મૃત્યુ પામેલી દીકરીનું નામ કશીશ સતિષભાઈ પીપળવા હતું અને તેની ઉંમર 18 વર્ષની હતી. દીકરી જામકંડોરણા તાલુકાના જામદાદર ગામની રહેવાસી હતી.દીકરી સરદાર પટેલ કન્યા કેળવણી મંડળમાં અભ્યાસ કરતી હતી અને તે હોસ્ટેલમાં રહેતી હતી.

તે કન્યા કેળવણી મંદિરમાં BCAનો અભ્યાસ કરતી હતી.અચાનક જ તે બેભાન થઈને જમીન પર ઢળી પડી હતી,તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ લઇ જવામાં આવી હતી,જ્યાં ફરજ પરના ડોકટરે કશીશને મૃત જાહેર કરી હતી.

ડોક્ટરની પ્રાથમિક તપાસ અનુસાર દીકરીનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.આટલી નાની ઉમરે દીકરી સાથે અઘટિત ઘટના બનતા પરિવાર ખુ જ ઊંડા આઘાતમાં ગરકાવ થયો હતો.