મોટાભાગના પુરુષો GF અને પત્ની સામે બોલતા હોય છે સાવ આવું જૂઠ્ઠું

મહિલાઓ, પુરુષો અને બાળકો એમ દરેક લોકો ક્યારેકને ક્યારે ખોટુ બોલતા હોય છે. ખોટુ બોલવું એક હ્યુમન નેચર હોય છે. ખોટુ બોલવું કોઇ પણ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નિકળવાની એક રીત છે, પરંતુ આનો મતબલ એ નથી કે તમે કોઇ પણ પરિસ્થિતિમાં હોય એમાં ખોટુ જ બોલો. ઘણી વાર લોકો પોતાનું સત્ય છુપાવવા માટે ખોટું બોલતા હોય છે. આ સાથે જ ઘણાં લોકો એવા હોય છે જેમને ખોટુ બોલવાની આદત પડી ગઇ હોય છે. આમ, જો રિલેશનશિપની વાત કરીએ તો લોકો પાર્ટનરને ખુશ રાખવા, હર્ટ ના થાય એનાથી બચવા તેમજ બીજા કોઇ પણ પ્રકારે ખુશ રાખવા માટે ક્યારેક-ક્યારેક ખોટુ બોલતા હોય છે. તો જાણી લો તમે પણ કેટલાક કોમન ખોટુ બોલવા વિશે જે સામાન્ય રીતે પુરુષ એની પત્ની તેમજ ગર્લફ્રેન્ડ તેમજ મિત્ર સામે ખોટુ બોલતા હોય છે. તો જાણી લો આ વિશે તમે પણ…

હું સિંગલ છુ

સામાન્ય રીતે કોઇ પણ રિલેશનશિપમાં જ્યારે પુરુષ બીજી મહિલા સામે આકર્ષિત થાય છે ત્યારે એ ખોટુ બોલવા લાગે છે અને કહે છે હું સિંગલ છું. આ રીતે ખોટુ બોલીને પુરુષ ઇચ્છે છે કે સામેવાળી મહિલા એમની સાથે વાત કરવાની બંધ ના કરી દે.

મેં ક્યારે પણ સ્મોક કર્યુ નથી અને મેં ક્યારની સિગરેટ છોડી દીધી

રિલેશનશિપમાં સામાન્ય રીતે મહિલાઓ પુરુષોને સ્મોક કરવાની મનાઇ કરે છે ત્યારે પુરુષ પાર્ટનરને મળે એના કલાક પહેલા જ સ્મોક કરી લેતા હોય છે. આમ, જ્યારે એના મોંમાથી વાસ આવવા લાગે ત્યારે પુરુષો આ રીતનું કંઇક ખોટુ બોલતા હોય છે.

હું માત્ર તારા વિશે જ વિચારું છું

ઘણી વાર પાર્ટનરનું દિલ જીતવા માટે તેમજ એ દુખી ના થાય એ માટે પુરુષ આ ટાઇપનું ખોટુ બોલે છે અને કહે છે કે હું માત્ર તારા વિશે જ વિચારું છું. આ એક કોમન વાક્ય છે જે દરેક પુરુષો મોટાભાગે બોલતા હોય છે.