નાની બહેન સાથે ન્હાવા માટે કૂવામાં પડતા 8 વર્ષના માસૂમનું મોત,પરિવારમાં શોકનો માહોલ.

રાજ્યભરમાં મોતના સમાચાર ખુબ જ સામે આવી રહ્યા છે,હાલ માં માતા પિતા માટે લાલબત્તી સામન કિસ્સો સામે આવ્યો છે,રાજસ્થાનમાં મંડાના પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સોહનપુરા ગામમાં એક 8 વર્ષના બાળકનું કૂવામાં ડૂબી જવાથી મોત થયું છે.

બુધવારે સ્કૂલેથી આવ્યા બાદ 8 વર્ષનો ઇશ્વર તેની નાની બહેન લક્ષ્મી સાથે કૂવા પર નહાવા ગયો હતો. કમરે પીપી બાંધીને કૂવામાં ઉતર્યો. પીપીનું દોરડું ખૂલી જતાં કૂવામાં ડૂબી ગયો. પરિજનોએ ગ્રામજનોની મદદથી 10 કલાક બાદ માસૂમના મૃતદેહને 30 ફૂટ ઉંડાણમાંથી બહાર કાઢ્યો હતો.

સોહનપુરા ગામમાં રહેતા ઓમપ્રકાશનો પુત્ર ઈશ્વર બુધવારે બપોરે શાળાએથી આવ્યા બાદ તેની નાની બહેન લક્ષ્મી સાથે કૂવામાં ન્હાવા ગયો હતો. પહેલા તે બંને ગામના કૂવા પર ગયા હતા.,ત્તેયાં ની દાદીમાં  ત્યાં બેઠા હતા.

દાદીએ બંનેને ઘરે જવા કહ્યું. આ પછી બંને ભાઈ-બહેન ત્યાંથી લાલચંદના કૂવા પહોંચ્યા. ત્યાં પહેલેથી જ એક છોકરો હતો. ઈશ્વરે તેના કપડા ઉતાર્યા અને તેની કમરની આસપાસ પ્લાસ્ટિકની રીંગ બાંધી દીધી. અને કૂવામાં ન્હાવા માટે પડ્યો હતો.,રીંગ નું દોર્દ્ડું ખુલી જતા જ ઈશ્વર પાણીમાં ડૂબી ગયો હતો.

નાની બહેન ચૂપચાપ ઘરે આવી અને તેણે આ ઘટના વિશે કોઈને કહ્યું નહીં. પિતા ઓમપ્રકાશ સાંજે 5 વાગ્યે ઘરે પહોંચ્યા. ઈશ્વર ઘરમાં ન હતો ત્યારે  લક્ષ્મીને ઈશ્વર વિશે પૂછ્યું. ત્યારબાદ લક્ષ્મીએ તેના પિતાને આ ઘટના વિશે જણાવ્યું.

ઓમપ્રકાશ કૂવા પાસે ગયા અને જોયું કે, ઈશ્વરના કપડાં અને ચપ્પલ ત્યાં પડેલા હતા. ઓમપ્રકાશ તરત જ ગ્રામજનોની મદદથી કુવામાં ઈશ્વરને શોધવા લાગ્યા. માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. લગભગ 10 કલાક બાદ રાત્રે 12 વાગે ઈશ્વરની લાશને કુવામાંથી બહાર કાઢવામાં આવી હતી. ઈશ્વર ત્રીજા ધોરણમાં ભણતો હતો.