એમએસ ધોનીએ આ બે વસ્તુ સાથે ક્યારેય સમજૂતિ નથી કરી, કોહલીએ આ પરંપરાને આગળ વધારી

પૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટીમ ઇન્ડિયાને એક નવા સ્થાને પહોચાડ્યુ છે. ડિસેમ્બર 2004માં ડેબ્યૂ કરનારા એમએસ ધોનીએ ત્રણ વર્ષ પછી જ ભારતીય ક્રિકેટ ટીમની કમાન સંભાળી લીધી હતી. કેપ્ટન બન્યાના પ્રથમ વર્ષે એટલે કે 2007માં ટી-20 વર્લ્ડકપ ટીમ ઇન્ડિયાને જીતાડ્યો હતો. પછી 2011 વન ડે વર્લ્ડકપમાં ચેમ્પિયન બનાવ્યુ હતુ. 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી પણ પોતાના નામે કરી હતી.

સૌરવ ગાંગુલીએ જીતનો ચસ્કો લગાવ્યો હતો જેને ધોનીએ આઇસીસી ટૂર્નામેન્ટ જીતાડીને ચરમ સુધી પહોચાડ્યુ. ધોની એમ તો કેપ્ટન કૂલ તરીકે ઓળખાય છે પણ બે એવી વાતો પણ હતી જેને કારણે તેને ક્યારેય સમજૂતી કરી નહતી. આ વાતનો ખુલાસો પૂર્વ ફિલ્ડિંગ કોચ આર.શ્રીધરે કર્યો છે. આ બે વાત ફિલ્ડિંગ અને રનિંગ બિટવિન ધ વિકેટ હતી.

શ્રીધરે કહ્યુ, ધોની જ્યારે કેપ્ટન હતો ત્યારે તેને ફિલ્ડિંગમાં આગળ રહીને નેતૃત્વ કર્યુ, તેની રનિંગ બિટવિન ધ વિકેટ મારી માટે આંખ ખોલનારી હતી. ધોની કહેતો હતો, બે વસ્તુથી હું ક્યારેય સમજૂતિ નથી કરતો. આ ફિલ્ડિંગ અને રનિંગ બિટવિન ધ વિકેટ છે. અને આ આજે પણ સાચે તેવુ જ ચાલી રહ્યુ છે, જેને જે રીતે ફિલ્ડિંગ પર ભાર આપ્યો, તેને વિરાટ કોહલીએ પણ આગળ વધાર્યુ હતુ. રવિ શાસ્ત્રી (પૂર્વ કોચ)એ પણ હંમેશા એમ જ કહ્યુ કે બેસ્ટ 11 ફિલ્ડર્સ જ રમશે.

શ્રીધરે કહ્યુ, મે ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ અને મોહિત શર્મા સાથે પણ કેટલાક ફિલ્ડિંગ સેશન કર્યા છે. આ ફાસ્ટ બોલરની સાથે બેસ્ટ ફિલ્ડર પણ હતા. સાથે જ વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા, મનિષ પાંડેની ફિલ્ડિંગને તો તમે એન્જોય કરી જ હશે.

ધોનીએ બે વર્ષ પહેલા લીધો હતો સંન્યાસ

મહત્વપૂર્ણ છે કે શ્રીધરને 2014માં ભારતીય ક્રિકેટ ટીમના ફિલ્ડિંગ કોચ બનાવવામાં આવ્યા હતા ત્યારે મહેન્દ્રસિંહ ધોની જ ટીમ ઇન્ડિયાના કેપ્ટન હતા. ધોનીએ 15 ઓગસ્ટ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો હતો. હવે તે માત્ર આઇપીએલમાં જ રમતો જોવા મળે છે. તે ચેન્નાઇ સુપરકિંગ્સની કેપ્ટન્સી કરી રહ્યો છે.