રાજકોટ(Rajkot):રાજ્યભરમાં મોતના બનાવ ખુબ જ સામે આવી રહ્યા છે,હાલ રાજકોટમાં વધુ એક બનાવ મોતનો સામે આવ્યો છે,ધોરણ છ માં અભ્યાસ કરનારા તેમજ હાલ ધ્રોલ ખાતે દર શનિ તેમજ રવિવારે શિક્ષક રાજેન્દ્ર બારૈયા પાસે રહીને સૈનિક સ્કૂલ માટેની તૈયારી કરનારા વિદ્યાર્થીનું રહસ્યમય રીતે મૃત્યું નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
ગોંડલ રોડ પર આવેલા એસટી વર્કશોપની પાછળ રહેતા હજુ 11 વર્ષના વિદ્યાર્થીના મોતનો બનાવ બન્યો છે,મીડિયા સાથેની વાતચીતમાં શિક્ષક રાજેન્દ્ર બારૈયાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થી દર શનિવારે તેમજ રવિવારે મારે ત્યાં સૈનિક સ્કૂલની તૈયારી કરવા માટે આવે છે. પરંતુ આ વખતે તે સોમવારે પણ મારે ત્યાં રોકાયો હતો.
તે રાત્રિના જે જગ્યાએ સાડા દસ વાગ્યે સૂતો હતો તેના કરતાં સવારે 4:30 વાગ્યે તે અલગ જગ્યાએ જોવા મળતા કંઈક અજુગતું થયાનું મને લાગ્જેયું હતું, તેથી તાત્કાલિક હું તને ધ્રોલ પ્રાથમિક સારવાર આપવા માટે હોસ્પિટલ ખાતે લઈ ગયો હતો.
હોસ્પિટલમાં સુગર લેવલ ચેક કરતા 448 આવ્યું હતું.બાળકના પગના અંગૂઠામાં ઈજાનું નિશાન પહોંચ્યાનું પણ સામે આવ્યું છે. ડોકટરના કહેવા મુજબ ધ્રોલ સારવાર આપ્યા બાદ બાળકને સારવાર અર્થે રાજકોટ શહેરની ગોકુલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં બાળકને મરણ ગયેલ જાહેર કર્યો હતો, પરંતુ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાનું કહેવામાં આવતા બાળકને સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ ઇમર્જન્સી વોર્ડ ખાતે ખસેડવામાં આવ્યું હતું. જ્યાં ફરજ પરના હાજર તબીબ તેને મરણ ગયેલ જાહેર કર્યો હતો.
બાળકના પિતા ગીરીશભાઈ સરોઠી ને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. મોટી દીકરી ધોરણ 11 માં અભ્યાસ કરે છે જ્યારે કે નાનો પુત્ર ધોરણ છમાં અભ્યાસ કરતો હતો,લાડકવાયા દીકરાનું રહસ્યમય મોત થતા પરિવારમાં ખુબ જ શોકની લાગણી ફેલાઈ ગઈ છે.