સુરતમાં ધોળા દિવસે નાના વરાછામાં ચોરી,પરિવાર હોસ્પિટલ ગયો ને તસ્કર પાછળની સાઈડથી અંદર ઘૂસ્યો, 2 લાખ રોકડ, સોના-ચાંદીના દાગીના ચોર્યા.

સુરત(surat):હાલમાં મંદીને લીધે ચોરીના બનાવમાં ખુબ જ વધારો થઇ રહ્યો છે ત્યારે હાલમાં વધુ સુરતમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે,સુરતના નાના વરાછામાં  અંબિકા વિજય સોસાયટીમાંથી ચોરીની ઘટના સામે આવી છે. ઘર બંધ કરી પરિવાર હોસ્પિટલ ગયો હતો, જેનો ચોરે  લાભ ઉઠાવ્યો હતો,  2 લાખ રોકડ અને સોના-ચાંદીના ઘરેણાની ચોરી કરી હતી.

આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે,ચોર ઘરની પાછળનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશી લાખો રૂપિયાની ચોરી ફરાર થઈ ગયા હતા. ચોરે  2 લાખ રોકડ સહિત સોના ચાંદીના ઘરેણાંની ચોરી કરી હતી.

થોડા દિવસ પહેલા જ સોસાયટીના અન્ય ઘરમાં ચોરી થઈ હતી.,ચોર સીસીટીવીમાં પણ કેદ થયો છે, તેમ છતાં પોલીસ પકડથી દૂર હોવાથી સોસાયટીના લોકોમાં  ખુબ જ રોષ જોવા મળી રહ્યો છે.કાપોદ્રા પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.