બોટાદ (Botad ):સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં રોજેરોજે હૈયું આનંદ થી હરખાઈ જાય તેવો શણગાર કરવામાં આવે છે .આજનો શણગાર જોઇને તો આશ્રય પામી જવાય તેવો હતો . સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર આજે ઝમગમતુ બન્યુ હતું.
ભક્તો પણ હનુમાન દાદાના આજના વેશને જોઈને હરખાતા હતા. કારણ કે, હનુમાનજી દાદાને પોપકોર્નનો શણગાર કરાયો હતો. લાખો હરિભક્તોનું આસ્થાનું કેન્દ્ર એટલે સાળગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર. અહિ આજે હનુમાનજી દાદાને પોપકોર્ન કરાયેલો શણગાર અનોખો બની રહ્યો. ત્યારે વહેલી સવારથી ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી.
અધિક શ્રાવણ માસ નિમિત્તે હનુમાનજી દાદાને પોપકોર્નથી શણગારાયેલા જોઈને ભક્તો ખુશખુશ થઈ ગયા હતા. ત્યારે મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી હતી .