વડોદરામાં પોલીસની બેદરકારીથી વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો:6.80 લાખ પાછા અપાવવા CPને રજૂઆત કરી, કોઈ કાર્યવાહી નહીં, લાશ હાલોલ પાસે કેનાલમાંથી મળી.

વડોદરા (Vadodra ):આપઘાતના કેસોમાં સતત વધારો જોવા મળે છે જેમાં ઘણા લોકો  આર્થિક સંકડામણ ને કારણે આવું પગલું ભરતા હોય તો બીજાની બેદરકારી ને કારણે . આ બનાવમાં મળતી જાણકારી મુજબ ,વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલ નેહલ પાર્કમાં રહેતા આનંદ નગીનભાઇ પટેલ (ઉં.વ.40) પ્રતાપનગર બ્રિજ પાસે મોબાઇલ રિચાર્જ અને મની ટ્રાન્સફરનું કામ કરતા હતા.

તેમણે વેપારીને 6.80 લાખ રૂપિયા આપ્યા હતા. જો કે, તે નાણાં વેપારીએ પરત આપ્યા નહોતા. જેથી તેઓ આર્થિક સંકડામણમાં આવી ગયા હતા અને રાત્રે કાર લઈને નીકળી ગયા હતા અને પત્નીએ તેમનો મોબાઈલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો  ત્યારબાદ પત્નીએ ઘરમાં તપાસ કરતા લખેલી ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં તેઓએ પોતે ઘર છોડીને જતા રહ્યા હોવાની વાત લખી હતી. જેથી તેમની પત્નીએ મકરપુરા પોલીસમાં પતિ ગુમ થઈ ગયા હોવાની જાણ કરી હતી.

આ દરમિયાન 6 ઓગસ્ટે વેપારીની લાશ હાલોલ તાલુકાના ગજાપુરા અને ગડીત ગામ વચ્ચેથી પસાર થતી કેનાલમાંથી મળી આવી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.મૃતકે જુલાઈ મહિનામાં જ વડોદરા શહેર પોલીસ કમિશરને પત્ર લખીને રજૂઆત કરી હતી, આ ઉપરાંત વાડી અને મકરપુરા પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપી હતી, પરંતુ, કોઈ કાર્યવાહી ન થતાં વધુ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. મૃતકનો અગાઉનો એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં તે પૈસા પાછા અપાવવાની વિનંતી કરતો દેખાય છે.