અટલ બિહારી વાજપેયીનો રોલ નિભાવશે પંકજ ત્રિપાઠી, અદભૂત અવતાર ઓળખી નહી શકો

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે 98મી જન્મજયંતિ છે. આ ખાસ દિવસે તેમની બાયોગ્રાફી પર બનનારી ફિલ્મ ‘મૈં અટલ હૂં’ની પહેલી ઝલક રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં એક્ટર પંકજ ત્રિપાઠીનેઅટલ બિહારી વાજપેયીનો રોલ નિભાવી રહ્યાછે અને આ પહેલી ઝલકમાં પંકજનો જે લુક છે તે જોઇને સૌ કોઇ ચોંકી ગયા છે. આ મોશન પોસ્ટરમાં પંકજ ત્રિપાઠીના અદભૂત રૂપને નેટીઝન્સને હચમચાવી દીધા છે. તો બીજી તરફ ઉંચા લલાટ, પહોળી ભ્રમર પર તેજ જોઇને લોકોમાં ફિલ્મ માટે અત્યારથી એક્સાઇટમેન્ટ જોવા મળી રહી છે.

પરંતુ તેનાથી પણ વધુ તેઓ એક ઉત્તમ લેખક અને જાણીતા કવિ હતા. તેમના સ્થાને હોવું એ મારા જેવા અભિનેતા માટે એક અનુભવ, વિશેષાધિકાર સિવાય બીજુ કંઈ નથી.” મેકર્સે આપેલા નિવેદન અનુસાર, આ ફિલ્મનું ડાયરેક્શન ત્રણ વખતના રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા રવિ જાધવ દ્વારા કરવામાં આવશે, જે મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ફેમસ ડાયરેક્ટર્સમાંના એક છે અને ઉત્કર્ષ નૈથાની દ્વારા આ ફિલ્મ લખવામાં આવી છે. મૈં રાહૂં યા ના રાહૂં યે દેશ રહેના ચાહિયે-અટલ ભારતના નેતાઓ અને સહ-સ્થાપકોમાંના એક અને ભારતીય જનતા પાર્ટી (BJP) ના વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપેયીની સફરની આસપાસ ફરે છે.

પંકજે જણાવ્યું હતું કે, અટલજી જેવા માનવીય રાજકારણીને પડદા પર રજૂ કરવા એ મારા માટે સન્માનની વાત છે. તેઓ માત્ર રાજકારણી જ નહોતા, પરંતુ તેનાથી પણ વિશેષ તેઓ એક ઉત્કૃષ્ટ લેખક અને પ્રખ્યાત કવિ હતા. બોલીવુડ એક્ટર પંકજ ત્રિપાઠીએ ટ્વિટર પર લખ્યું ‘શ્રી અટલ બિહારી વાજપાયીજીના વ્યક્તિત્વને પડદા પર સાકાર કરવા માટે મને સંયમથી મારા વ્યક્તિમત્વ પર કામ કરવું જરૂરી છે, એ હું જાણું છું. સ્ફૂર્તિ અને મનોબળના આધારે હું નવી ભૂમિકાને ન્યાય આપી શકીશ આ અટલ વિશ્વાસ મને છે. મેં અટલ હૂ સિનેમાઘરોમાં, ડિસેમ્બર 2023.’

તેમના પગલે ચાલવું એ મારા જેવા અભિનેતા માટે કોઈ વિશેષાધિકારથી ઓછું નથી. મરાઠી ફિલ્મો “નટરંગ” અને “બાલગંધર્વ” માટે જાણીતા નેશનલ ફિલ્મ એવોર્ડ વિજેતા દિગ્દર્શક રવિ જાધવ આ ફિલ્મનું દિગ્દર્શન કરશે, જે આવતા વર્ષે અટલ બિહારી વાજપેયીના જન્મ શતાબ્દી વર્ષને ચિહ્નિત કરશે. ઉત્કર્ષ નૈથાની લિખિત આ ફિલ્મ પર નેશનલ ફિલ્મ એવોર્ડ વિજેતા દિગ્દર્શક રવિ જાધવે કામ શરૂ કર્યું છે. આ ફિલ્મ વિનોદ ભાનુશાલી, સંદીપ સિંહ, સેમ ખાન અને કમલેશ ભાનુશાળીની ટીમ કો-પ્રોડ્યૂસ કરી રહી છે. જીશાન અહમદ અને શિવ શર્મા પણ આ ફિલ્મ સાથે સહ-નિર્માતા તરીકે સંકળાયેલા છે.