માતા હીરાબાનું દેહાવસાન થયું હોવાના સમાચાર મળ્યા છે. ફક્ત રાજકીય વર્તુળોમાં જ નહીં દેશના બધા જ લોકો આ સમાચારથી દુઃખી થયા છે. વડાપ્રધાન મોદી પણ અમદાવાદ આવવા નીકળી ગયા છે. હીરાબેન મોદીનો જન્મ ગુજરાતમાં મહેસાણાના વિસનગરમાં થયો હતો, જે તેઓના વતન વડનગરની નજીક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાને મંગળવારે રાતે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા. હીરાબાને દાખલ કર્યા અંગે સમાચાર મળતાં જ અમદાવાદના અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા અને દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન સહિતના નેતાઓ યુ.એન. મહેતા હોસ્પિટલ પહોંચ્યાં હતા.
તો સાથે પરિવારના સભ્યો પણ ધીમે ધીમે હોસ્પિટલ પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હોસ્પિટલ પહોંચશે એવા સમાચાર આવી ગયા હતા. પ્રધાનમંત્રી મોદીના માતાના નિધનના સમાચાર મળતા જ પીએમ મોદી અમદાવાદ જવા રવાના થઈ ગયા છે. તેમને આજે કલકત્તા જવાનું હતું. જ્યાં પીએમ મોદી હાવડા ન્યૂ જલપાઈગુડી વંદે ભારત ટ્રેન અને મેટ્રો લાઈનનું ઉદ્ધાટન કરવાના હતા.
ન્યૂ જલપાઈગુડી રેલવે સ્ટેશન પુનર્વિકાસ પ્રોજેક્ટની આધારશિલા રાખી હતી. પણ હવે કલકત્તા જવાનો કાર્યક્રમ રદ થઈ ગયો છે. તેઓ વીડિયો કોન્ફ્રેન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે. પીએમ મોદીએ આજે સવારે ટ્વિટ કરીને તેના વિશે જાણકારી આપી છે. તેમણે લખ્યું છે કે, “શાનદાર શતાબ્દીનું ઈશ્વરના ચરણોમાં વિરામ…માં મે હંમેશા આ ત્રિમૂર્તિની અનુભૂતિ કરી છે, જેમાં એક તપસ્વી યાત્રા, નિષ્કામ કર્મયાગીનું પ્રતીક અને મૂલ્યો પ્રતિ પ્રતિબદ્ધ જીવન સમાહિત રહ્યું છે. ” આ અગાઉ હીરાબાની બુધવાર તબિયત ખરાબ થઈ હતી, જે બાદ તેમને અમદાવાદની યૂએન મહેતા હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા. પ્રધાનમંત્રી મોદી પોતાની માતાને મળવા હોસ્પિટલે પહોંચ્યા હતા.