સુરતમાં કાપડના વેપારીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર ત્રણ આરોપીની પોલીસે ધરપકડ કરી

સુરતના ટેક્સટાઈલ માર્કેટમાં થોડા સમય અગાઉ કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાની ઘટના સામે આવી હતી, જેમાં પોલીસે ગૃહ રાજ્યમંત્રીના આદેશ બાદ કડક કાર્યવાહી કરી હતી. ત્યારે ફરી એક વાર અલગ અલગ કાપડના વેપારીઓ સાથે રૂપિયા ૫,૦૭,૯૩,૬૧૮ ની છેતરપિંડી કરનાર ત્રણ આરોપીઓને ઇકોસેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.

સુરત શહેર વિસ્તાર મોટા વેપાર ધંધા સાથે સંકળાયેલ છે. તેમજ સુરત શહેર ટેક્સટાઈલ હબ છે. જેમાં ઘણા મોટા આર્થિક લેવડ દેવડ થતી હોય છે. જેમાં ઘણી વખત તક સાધુઓ વેપારીઓ સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરી ખોટા અને બનાવટી માણસો ઉભા કરી કાપડ માર્કેટમાંથી મોટી રકમનુ કાપડ ખરીદી પેઢી બંધ કરી નાણાકીય લાભ મેળવતા હોય છે. આ પ્રકારની ફરીયાદ સંબંધે ઉંડાણ પૂર્વક તપાસ કરી ગુનાના મુળ સુધી પહોંચી આરોપીઓને પકડી પાડવા પોલીસ કમિશ્નર અજય કુમાર તોમર દ્રારા સૂચના અપાવામાં આવી હતી.

સુરતમાં કાપડ અને ડાઇંગ મિલના વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર ત્રણ આરોપી પોલીસ સકંજામાં આવી ગયા છે. પોલીસે ગણતરીના કલાકોમાં વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર ત્રણ આરોપીને ઝડપી પાડ્યાં છે.ગિરધારીલાલ ભાદુ, રાજન કશ્યપ અને વિશાલ ખેની નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે..આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે તેઓએ ખોટી રીતે માલની ખરીદી કરી હતી અને માલની ખરીદી બાદ વેપારીઓને રૂપિયા ન ચૂકવી છેતરિંડી આચરી હતી. જેમા લગભગ 14 લોકો સાથે 2.28 કરોડની છેતરપિંડી કરી હતી.

જેમાં ફરીયાદી હરેશભાઇ મગનભાઇ દોમડીયા ઉઘના ખાતેથી બ્રહ્માણી જરી નામના ફર્મથી ગ્રે કાપડનો વેપાર કરે છે. તેઓએ પોતાની ફરીયાદ હતી કે કાપડ દલાલ રાજકુમાર ભંડારીએ રૂષભ ક્રીએશનના પ્રોપરાઇટર ભરત માંગીલાલ કોઠારી તથા સિધ્ધેશ્વરી એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર કિશન ગણેશભાઇ પટેલની સાથે મળી આયોજન બંધ કાવતરૂ રચી ટેક્સટાઈલ માર્કેટમાં અલગ અલગ વિવર્સો સાથે વેપાર શરૂ કરેલ હતો.

પ્રથમ વિશ્વાસ સંપાદન કરવા માટે વિવર્સોને સમયસર પેમેન્ટ ચુકવણી કરેલ હતી. ત્યારબાદ માર્કેટમાંથી વિવર્સો પાસેથી મોટા પ્રમાણમાં કાપડનો માલ ખરીદ કરી કાવતરા પ્રમાણે પેમેન્ટની ચુકવણી કરેલ નહી. જેમાં ફરીયાદી તથા સાહેદોના મળી કુલ રૂપીયા ૫,૦૭,૯૩,૬૧૮ ના ગ્રે કાપડની ખરીદ કરી પેમેન્ટ ચુકવણી કર્યું ન હતું. ગુનાની તપાસ દરમ્યાન આરોપીઓ વિરૂધ્ધ છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ હોવા અંગેના પુરાવાઓ મળી આવેલા હતા.
આરોપીઓ પૈકીના રાજકુમાર ભંડારી અગાઉ પણ સુરતમાં કાપડ માર્કેટમાં આ જ પ્રકારે વેપારીઓ સાથે છેતરપિંડી વિશ્વાધાત આયેરલ છે. જેથી આરોપીઓની તપાસ હાથ ધરવામાં આવેલ હતી. દરમ્યાન પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની તપાસ કરતા ત્રણેય આરોપીઓ મળી આવતા ગુનાના કામે ધરપકડ કરેલ છે.

ધરપકડ કરેલા આરોપી
(૧) કિશનભાઇ ગણેશભાઇ પટેલ
(૨) ભરત માંગીલાલ કોઠારી
(૩) રાજકુમાર ભીકમચંદ ભંડારી

પકડાયેલ ત્રણેય આરોપીઓ સુરત શહેરના અલગ અલગ કાપડના વેપારીઓ સાથે વેપારી શરૂ કરી શરૂઆતમાં વિશ્વાસ સંપાદન કરવા સારૂ પેમેન્ટની ચુકવણી કરી મોટા જથ્થાના ગ્રે – કાપડના માલ ઉધારીમાં ખરીદી કરી પેમેન્ટની ચુકવણી નહી કરી ગુન્હો આચરેલ છે.