અમદાવાદ(Amadavad):અમદાવાદમાં થનારાઅકસ્માતે સૌ કોઈ લોકોને ધ્રુજાવી દીધા હતા,9 લોકોને કચડનાર તથ્ય પટેલ તેમજ તેનો બાપ પ્રગ્નેશ પટેલ જેલની હવા ખાઈ રહ્યા છે, અત્યારે પ્રજ્ઞેશ પટેલ જ્યુડિશિયલ કસ્ટડીમાં અમદાવાદ જેલમાં બંધ છે. પરંતું પ્રજ્ઞેશ પટેલે મેડિકલ ગ્રાઉન્ડ ઉપર અમદાવાદ જિલ્લા ન્યાયાલયમાં વચગાળાની જામીન અરજી ફાઈલ કરી હતી.
તેના વકીલ નિસાર વૈદ્યનું કહેવું છે કે, તેને મોઢાનું કેન્સર છે. તેને મુંબઈની ટાટા હોસ્પિટલમાં સારવાર અર્થે જવાનું રહે છે. જેના આધાર પર આ જામીન અરજી ફાઈલ કરાઈ છે.
પ્રજ્ઞેશ પટેલે પર ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં પોલીસે IPCની કલમ 279, 337, 338, 304, 308, 504, 506(2) અને ઝડપથી ગાડી ચલાવવા બદલ મોટર વ્હિકલ એક્ટ 177, 184 તેમજ 134(B) અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
વૈદ્યએ કોર્ટમાં રજુઆત કરી હતી કે, પ્રજ્ઞેશ પટેલને ઘણા સમયથી કેન્સરની બીમારી છે. મુંબઈની હોસ્પિટલની અપોઇન્ટમેન્ટ સ્લીપ ઇ-મેઇલથી મળી છે. અગાઉના ઇલાજને લગતા કાગળો પણ છે. તેની રેગ્યુલર ટ્રિટમેન્ટ ચાલુ છે. કોર્ટ તેની તપાસ કરી શકે છે. તેને કેન્સર જેવી ગંભીર બીમારી છે. પ્રજ્ઞેશના વકીલે કહ્યું કે, જો ઈલાજ છૂટી જશે તો બીમારી વધવાની શક્યતા છે.
આવી ગંભીર બીમારી વિશે પ્રેજ્ઞેશે અગાઉ જણાવ્યું નથી.