વ્યાજખોરો સામે પોલીસની લાલ આંખ, 3 વ્યાજખોરોની કરી ધરપકડ, શહેર ભાજપ પૂર્વ પ્રમુખના પુત્ર પણ તેમાં સામેલ

ગોંડલ તાલુકાના ભુણાવા ગામના રહીશે રાજકોટના ત્રણ શખ્સ પાસેથી જે તે સમયે 50 લાખ રૂપિયા 5 ટકાના માસિક વ્યાજે લીધા હતા અને તેના બદલામાં એક કરોડ સાડત્રીસ લાખ જેટલું વ્યાજ પણ ચૂકવી દીધું હોવા છતાં પણ પઠાણી ઉઘરાણી ચાલુ જ રહી હતી અને એટલું જ નહીં, આ શખ્સોએ ધાકધમકી આપી ચાર એકર જમીનનો દસ્તાવેજ પણ કરાવી લીધો હતો અને ઉપરથી વધુ સવા કરોડની માગણી કરી રહ્યા હતા.

આથી યુવાનની ધીરજ ખૂટી પડી હતી અને અંતે પોલીસનું શરણું લીધું હતું અને ગોંડલ તાલુકા પોલીસે વ્યાજખોરો સામે કાયદાનો દંડો ઉગામ્યો છે અને રાજકોટના શહેર ભાજપના પૂર્વ પ્રમુખના પુત્ર સહિત 3ની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી હતી. રાજકોટમાં વ્યાજખોરો સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. શહેર ભાજપ પૂર્વ પ્રમુખના પુત્ર સહિત 3 વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી છે. ગોંડલના ભૂણાવાના ખેડૂતોની ફરિયાદને આધારે પોલીસે આ કાર્યવાહી કરી છે. એક ખેડૂતે 2015 માં ત્રણ વ્યાજખોરો પાસેથી ધંધા માટે લીધા હતા રૂપિયા. પાંચ ટકાના માસિક વ્યાજે રૂપિયા 50 લાખ લીધા. જેમાં 50 લાખની સામે વ્યાજખોરોએ 1.37 કરોડ પડાવી લીધા. 1.37 કરોડ પડાવી લીધા હોવા છતાં વધુ રૂપિયા માગતા હોવાનુ પણ પિડીતે જણાવ્યુ છે. વધુ પૈસા ન આપતા જમીન પડાવી લેવા આપતા હતા ધમકી. તો 4 એકર જમીનનો દસ્તાવેજ પણ કરાવી લીધો હોવાનો આક્ષેપ છે.

ધરપકડ થયાની વાત વહેતી થતાં જ તાલુકા પોલીસ સ્ટેશને ભલામણોના ફોન રણકતા થઇ ગયા હતા અને રાજકીય દબાણ સર્જી ધરપકડ ટાળવા તજવીજ શરૂ કરી હતી પરંતુ કોઇ કારી ફાવી ન હતી. ગોંડલ તાલુકાના ભુણાવા ગામે રહેતા સંજય વલ્લભભાઈ કપુરીયાએ રાજકોટના દીપેન જશમતભાઈ વસોયા, પીન્ટુ પરસોત્તમભાઈ પરસાણા તેમજ જયદીપ ભીખાભાઈ વસોયા સામે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં વ્યાજખોરોના ત્રાસ અંગે ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે તેણે ઉપરોક્ત ત્રણેય શખ્સ પાસેથી રૂપિયા 50 લાખ 5 ટકા માસિક વ્યાજે લીધા હતા. જેની સામે એક કરોડ સાડત્રીસ લાખ જેવું વ્યાજ ચૂકવી દીધું હતું ત્યારબાદ વ્યાજખોરોએ ભુણાવાની ચાર એકર જમીનનો વેચાણ દસ્તાવેજ પણ ધાકધમકી આપીને કરાવી લીધો હતો અને આટલું ઓછું હોય તેમ હજુ વધુ સવા કરોડની માંગ કરી ધાક ધમકી આપતા હોય યુવાન હારી થાકીને પોલીસના શરણે ગયો હતો અને ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ મનીલોન્ડરીંગ 5, 40, 42 મુજબ ગુનો નોંધી પીએસઆઇ મહિપાલસિંહ ઝાલા અને રાઇટર મુકેશભાઈ મકવાણાએ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીના આદેશ બાદ વ્યાજખોરો સામે પોલીસે ઝુંબેશ ચલાવી છે, ત્યારે સુરત પોલીસે વધુ આઠ વ્યાજખોરોની પાસા હેઠળ ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે. 8 જેટલા વ્યાજખોરોની પાસા હેઠળ ધરપકડ કરી અમદાવાદ, નડીયાદ અને વડોદરાની જેલમાં મોકલાયા છે. મહત્વનું છે કે પોલીસે વ્યાજખોરો સામે સકંજો કસ્યો છે..અને કાર્યવાહી કરી રહી છે. છેલ્લા 20 દિવસમાં 161 જેટલા વ્યાજખોરો સામે પોલીસે કાર્યવાહી કરી છે. જેમાંથી 52 વ્યાજખોરો સામે ખંડણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.