અમેરિકા-કેનેડામાં રેહતા ભારતીયો પર આવી વધુ એક ચિંતા :જુઓં શા માટે શોપિંગ મોલ, દુકાનો બહાર લાગી લાંબી લાઈનો…

 ઇન્ડિયા (India ): ભારતે બાસમતી સિવાયના ચોખાની ભારતમાંથી નિકાસ પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. જોકે, ભારત સરકારની આ જાહેરાત પછી વિદેશમાં ભારે ગભરાટ ફેલાયો છે.ભારતના આ નિર્ણયથી વિશેષરૂપે અમેરિકા અને કેનેડામાં રહેતા ભારતીયો પર વધુ અસર પડી હોવાનું જોવા મળી રહ્યું છે.
ગતરોજ બંને દેશોના સુપરમાર્કેટના દ્રશ્યો સામે આવ્યા હતા. જેમાં ભારતીયોએ લાંબી લાઈન લગાવી હતી, ત્યાં ક્યાંક પડાપડી કરી હતી.જેનુ કારણ છે ભારતનો ચોખા પરનો પ્રતિબંધ. ભારતીય સરકારે આગામી તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને અને ઘરેલુ જરૂરિયાતને પહોંચી વળવા માટે તથા વધતા ભાવોને કાબૂમાં રાખવા બાસમતી ચોખાના નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે.
આવામાં અનેક ભારતીયો ચોખા ખરીદવા સુપર માર્કેટમાં તૂટી પડ્યા હતા. બે દિવસથી કેનેડા અને અમેરિકાના સુપર માર્કેટમાં ભારતીયો લાંબી લાઈનો જમાવીને ચોખા ખરીદવા પડાપડી કરી રહ્યાં છે.  જોકે, આ ઘટનાના પગલે અનેક ભારતીય દુકાનો પર ‘એક વ્યક્તિ એક બોરી’નો નિયમ લાગુ કરવો પડ્યો છે. અહીં અનેક દુકાનોમાં ચોખાના ભાવ 32 ડોલરથી વધીને 47 ડોલર થઈ ગયા છે. પહેલા ભાવ 22 ડોલર જ હતો.