વ્યાજખોરો સામે સુરત પોલીસની કડક કાર્યવાહી, જુઓ દિવસમાં કેટલા આરોપીની કરી ધરપકડ

સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરોના ત્રાસથી લોકો ત્રાહીમામ પોકારી ગયાં છે. વ્યાજખોરોના લીધે આપઘાતના બનાવો પણ વધી રહ્યાં છે. તે ઉપરાંત નાંણા લેનાર લોકોને થતી હોરાનગતિઓ પણ ફરિયાદ સ્વરૂપે પોલીસ સ્ટેશન સુધી પહોંચતી હોય છે. ત્યારે અમદાવાદ પોલીસે વ્યાજખોરોના ત્રાસ અને વ્યાજખોરીને અટકાવવા માટે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના પોલીસ કમિશ્નર દ્વારા 31 જાન્યુઆરી સુધી એક સ્પેશિયલ ડ્રાઈવ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો સામે પોલીસે તવાઈ બોલાવી છે. સુરતમાં છેલ્લા 10 દિવસમાં 103 ગુના નોંધીને 111 જેટલા વ્યાજખોરોની ધરપકડ કરાઈ છે. જ્યારે 26 વોન્ટેડ જાહેર કરાયાં છે.

રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરો સામે કડક પગલાં લેવાની સૂચના બાદ, સુરતીઓને વ્યાજના ચક્રવ્યૂહમાંથી બહાર કાઢવા માટે પોલીસે ઝુંબેશ હાથ ધરી છે. આજથી જુદા-જુદા વિસ્તારોમાં લોકદરબારનું આયોજન કરાયું છે. જેમાં ACP અને DCP કક્ષાના અધિકારી લોકોની રજૂઆતો સાંભળશે અને યોગ્ય પગલાં લેશે. સુરત પોલીસે અત્યાર સુધીમાં 108 ગુના નોંધીને 116 આરોપી ઝડપ્યા છે. ઝોન 5માં વ્યાજ ખોરી કરતા વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. રાંદેર વિસ્તારમાં નામચીન રાજન કાલી વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરાઈ. રાંદેર પોલીસે 9 વ્યાજખોરોને ઝડપીને જેલ હવાલે કર્યા છે. 70 ટકા સુધીનું માસિક વ્યાજ વસૂલાતું હતું

સુરત પોલીસ કમિશનર અજય તોમરે અઠવા લાઇન્સ સ્થિત પોલીસ ભવનમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમાં તેમણે જણાવ્યું હતું કે, ‘લાંબી એક્સાઇઝ અને હોમવર્ક કર્યા બાદ ખટોદરા, ઉધના અને પાંડેસરા વિસ્તારમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અરજીઓના આધારે કુલ 14 ગુના દાખલ કરવામાં આવ્યા છે. જેમાં એકસાથે પાંડેસરા પોલીસ મથકમાં જ 11 ગુના નોંધવામાં આવ્યા છે. અત્યાર સુધી 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 14માંથી એક ગૂનામાં 19.51 લાખ સામે 37 લાખથી વધુનું વ્યાજ વસૂલવામાં આવ્યું છે. જેમાં 7, 10, 5 અને વાર્ષિક 70 ટકા ટકા સુધીનું માસિક વ્યાજ વસૂલવામાં આવ્યું છે.’ 2022ના ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીમાં 53 કેસ નોંધ્યા
સુરત શહેર પોલીસ કમિશ્નર અજય તોમરે કહ્યું હતું કે, વ્યાજખોરો સામેની ડ્રાઈવ આમ તો 2022ના ઓક્ટોબર મહિનાથી ચાલુ છે. પરંતુ લોકો સામે નહીં આવતાં છેવટે સરકાર તરફથી આ કાર્યવાહી કરવાની શરૂ કરવામાં આવી હતી. 2022ના ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીમાં 53 કેસ નોંધવામાં આવ્યા હતાં અને 72 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. જ્યારે 2023ના જાન્યુઆરીમાં સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરતાં જ 10 દિવસમાં 103 ગુનાઓ નોંધીને 111 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે’

વધુમાં કમિશનરે કહ્યુ હતુ કે, ‘મહત્ત્વનું છે કે, રજિસ્ટ્રેશન વિના વ્યાજનો ધંધો કરવામાં આવતો હતો. રજિસ્ટ્રેશન હોય તો પણ વ્યાજની મર્યાદા નક્કી કરવામાં આવતી હોય છે. પોણા બે ટકાથી વધુ વ્યાજ વસૂલ કરી શકાય નહીં. તમામ 14 કેસમાં કોઈ રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું નથી. હજી દરેક કેસમાં વિગત તપાસમાં આવી રહી છે. કેસ દીઠ જે વળતર અને ત્રાસ આપવામાં આવ્યું હોય અથવા બળજબરી કરી હોય તો એક્સ્ટ્રોશનની ફરિયાદ પણ દાખલ કરવાના આવશે. તમામ નાગરિકોને અપીલ છે કે, નાણાંની જરૂર હોય તો બેન્કમાં જવું જોઈએ. બળજબરી-માનસિક ત્રાસ આપી વ્યાજ વસૂલ કરવામાં આવતું હોય તેવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.’