માં મોગલ હાજર હજૂર છે.કચ્છમાં આવેલું કબરાવ ખાતે માં મોગલનું ધામ આવેલું છે.માં મોગલ દરેક ભક્તોની મનોકામના પુરી કરે છે,માં મોગલના શરણે માથું નમાવવાથી માં મોગલ ભક્તોના દુખ દુર કરે છે.,જે ભક્ત માં મોગલનું નામ સાચા મનથી લઈલે તો તેના તમામ દુઃખ દુર થાય છે અને તેમની તમામ ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય છે.
માં મોગલે 60 વર્ષે પણ સાચા દિલથી માનનારા લોકોના ઘરે દીકરા દીધેલા છે. માં મોગલ જ આવો ચમત્કાર કરી શકે છે. આજે આપણે એક એવા ચમત્કાર વિષે ચર્ચા કરીશું. એક યુવક પોતાના પરિવાર સાથે કચ્છના કબરાવમાં સાથે પાંચ ત્રિશૂળ લઈને આવી ગયો હતો.,યુવાનએ મંદિરમાં આવીને મોગલ મા ના દર્શન કર્યા અને મણીધર બાપુને પણ મળ્યા હતા.
મણીધર બાપુ સાથે માનતા વિષે વાત કરતા જણાવ્યું કે, તેના પિતાને એક બીમારી હતી. ઓપરેશન પણ કરાવવાની ફરજ પડી હતી અને ત્યારે યુવકે માનતા રાખી કે જો પિતાનું ઓપરેશન સારી રીતે થઇ જશે તો માં મોગલને પાંચ ત્રિશૂળ ભેટ તરીકે ચડાવશે.
માં મોગલના આશીર્વાદથી તેમના પિતાનું ઓપરેશન ખુબ જ સારી રીતે થઇ ગયું અને ત્યારે તેમનો પરિવાર કબરાવ આવ્યો અને માં મોગલને ત્રિશૂળ ચડાવ્યું હતું. તેના પિતાની સારવાર બાદ તે પૂરી રીતે સ્વસ્થ થઈ ગયા હતા.
પરિવારના બધા જ લોકો માં મોગલના ચમત્કાર ને સમજી ગયા અને માનતા પૂર્ણ કરવા માટે કબરાઉ ધામ આવ્યા હતા.ત્યાર બાદ યુવકે તે ત્રિશૂળ મણીધર બાપુ ને આપ્યું. ત્યારે મણીધર બાપુએ ત્રિશૂળ હાથમાં લઈને કહ્યું કે, માતાજી એ તારા પાંચ ત્રિશૂળનો સ્વીકાર કરી લીધો હવે આ ત્રીજું કુળદેવીના મંદિરમાં તું ચડાવી દેજે,અને માં મોગલ પર આમ જ શ્રદ્ધા અને વિશ્વાસ રાખજો.,માં મોગલ અવશ્ય તમારા કામ કરશે.