ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ સાથે ભારત આવું કરનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે.વર્લ્ડ મીડિયાએ ભારતની આ મોટી સફળતાને કવર કરી અને ખુલ્લેઆમ પ્રશંસા કરી. અમેરિકા, બ્રિટન અને યુરોપના તમામ મોટા અખબારોએ આ ઘટનાનું લાઈવ કવરેજ કર્યું હતું..
અમેરિકન અખબાર NYT એ ન માત્ર ભારતની આ સફળતાનું લાઈવ કવરેજ કર્યું, પરંતુ એ પણ જણાવ્યું કે હવે ભારતનો આગામી લક્ષ્ય શું હશે. અખબારે લાઈવ બ્લોગમાં લખ્યું – ચંદ્ર પર પહોંચવાની નવીનતમ રેસમાં ભારતે જબરદસ્ત સફળતા મેળવી.ભારતનો અવકાશ કાર્યક્રમ લગભગ 50 વર્ષ સુધી સરકારના હાથમાં રહ્યો, પરંતુ હવે તેણે ખાનગી ક્ષેત્ર માટે પણ તેના દરવાજા ખોલી દીધા છે. સફળતા તેની રાહ જોઈ રહી છે.
બ્રિટનના વિશ્વ પ્રસિદ્ધ મીડિયા હાઉસ બીબીસીએ પણ આ કાર્યક્રમનું લાઈવ કવરેજ કર્યું હતું. ચંદ્રયાન-3નું લેન્ડિંગ થતાં જ બીબીસીએ લખ્યું- ભારતે ઈતિહાસ રચી દીધો… સાઉથ પોલ નજીક ચંદ્રયાન 3નું લેન્ડિંગ સફળ રહ્યું. ભારતની આ સફળતા પાછળ તેમના વૈજ્ઞાનિકોની જબરદસ્ત મહેનત છે.
પાકિસ્તાનના અગ્રણી અખબાર ‘ધ ડોન’એ ભારતના આ સફળતાના સમાચારને ટોચના 5 સમાચારોમાં સ્થાન આપ્યું છે. તેના સાયન્સ રિપોર્ટર હમ્માદ મુસ્તફાએ લખ્યું – આપણા પાડોશી દેશમાંથી મોટા સમાચાર આવ્યા છે. ભારતે સ્પેસ સેક્ટરમાં દુનિયાની સામે એક એવું ઉદાહરણ રજૂ કર્યું છે, જેને હવે દરેક દેશ અનુસરવાનું પસંદ કરશે.
જ્યારે ચાઈનીઝ અખબારો અને તેમની વેબસાઈટને રિયલ ટાઈમ ચેક કરી તો તેમના હોમ પેજ પર ભારતની સફળતાના સમાચાર દેખાયા નહીં. ભારતની આ સફળતાની એક ઝલક પણ ટોપ 5માં જોવા મળી નથી. ક્યાંય પણ ISRO કે ચંદ્રયાન 3નો ઉલ્લેખ નથી.