મામાની કારથી જ કચડાઇને નીપજ્યું ભાણીનું મોત, ઘટના CCTV માં કેદ

સુરતના ગોડાદરામાં કારચાલકે આંગણે રમતી બાળકને કચડી નાંખી હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સુરત શહેરમાં જીવલેણ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સગા મામાની કાર નીચે સોસાયટી રમતી બાળકી કચડાઇ ગઇ હતી. જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયા તેનું મૃત્યુ નિપજ્યું હતું. જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં દેખાઈ રહ્યું છે કે બેકાબુ કારે સોસાયટીમાં રમતી બાળકી પર કાર ચડાવી દીધી હતી. આ હ્રદય હચમચાવી દેતી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.

સુરતના ગોડાદરા વિસ્તારમાં બની અકસ્માતની ઘટના છે. આ ઘટના ગોડાદરાના શિવસાગર રેસીડેન્સીમાં બની છે. કારચાલકે ઘર આંગણે રમતી બાળકીને કચડી નાંખી છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા બાળકીનું મોત નિપજ્યું છે. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મહત્વનુ છે કે શહેરના ગોડાદરા શિવ સાગર રેસ્ડેન્સીમાં આ ઘટના બની છે. જ્યાં બે વર્ષીય બાળકી પોતાના ઘર પાસે જ રમી રહી હતી. તે દરમિયાન સોસાયટીમાં સામેથી તે જ બાળકીના મામા કાર લઈને આવી રહ્યા હતા. બાળકી કારની અડફેટે આવી અને કાર તેની પર ફરી વળી હતી. આ મામલે ગોડદરા પોલીસે કાર ચાલક મામા સામે ગુનો નોંધ્યો છે.. જો કે, આ ઘટના ફરી એકવાર વાહન ચાલકોને અપીલ કરી રહી છે કે, મહેરબાની કરી સાવધાની રાખો.. બાળકો આસપાસ હોય ત્યારે બેફામ વાહન ન હંકારશો.

સોસાયટીમાં બાળકો રમતા હોય છે, ત્યારે ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે. તમારું બેધ્યાન રહેવું કોઈકના ઘરનો કલરવ હંમેશા માટે છીનવી શકે છે. હ્રદય કંપાવતી ઘટનાને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. સીસીટીવીમાં જોઇ શકાય છે કે, બાળકીના મામા ઇકો સ્પોર્ટ કાર લઇને બહાર નીકળી રહ્યા હતા, ત્યારે જ ઘર આંગળે રમી રહેલી ભાણી પ્રાંજલ મામાને જોઈને તેમની બાજુ જઇ રહી હતી. જોકે, આ બાબત અંગે બાળકીના મામા અજાણ હતા અને જોતજોતામાં કારનું આગળનું ટાયર બાળકી પર ફરી વળ્યું હતું. આ ઘટનામાં બાળકીને ગંભીર ઇજા પહોંચતાં મોત નિપજ્યું હતું.