સૂરજ ભુવાજીએ ફિલ્મી સ્ટાઇલમાં પ્રેમિકાને મારી નાખી, પ્લાનિંગ એવું કે ભલભલા ગોથે ચડી જાય.

અમદાવાદ(amedavad):સુરજ ભુવાજી સોશિઅલ મીડિયા માં ખુબ જ પ્રખ્યાત છે,પરંતુ એના અત્યારે ખુબ જ શરમજનક સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢની ધારા કડીયાર પોતે દરેક બાબતમાં સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતી હતી.  ધારા સૂરજ સોલંકી ઉર્ફે ભુવાના સંપર્કમાં આવી હતી. ભુવા જેટલો સાતીર કોઇ બીજો વ્યક્તિ હોય ન શકે ,ભુવા પોતે પરણીત હતો અને બે બાળકોનો પિતા પણ હતો. ભુવો હોવાના કારણે તેના પર કોઇ શંકા કરતું નહીં અને તે યુવતી સાથે સંબંધ બનાવી લેતો હતો.

ધારા અને સૂરજ લિવિંગમાં રહેતા હતા. સૂરજ તેના પરિવારને મળવા જાય તે ધારાને પસંદ ન હતું. જેને લઇને ધારા અને સૂજર વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા અને ધારાએ સૂરજ સામે ફરિયાદ પણ કરી હતી.

સૂરજ ધારાથી છૂટવા માંગતો હતો. પરંતુ હવે કરવું શું તે તેને ખબર ન હતી. એટલે તેણે તેના અનુયાયીઓને પોતાની સાથે લીધા અને તેના કહ્યા પ્રમાણે તેઓ કરતા રહ્યા. જેમાં એક નિર્દોષ યુવતી એટલે કે ધારાને સૂરજ અને મીત જૂનાગઢથી અમદાવાદ લાવી રહ્યા હતા.

ચોટીલા પાસે વટાવલ ગામની સીમામાં તેઓએ કાર ઉભી રાખી હતી. જ્યાં ભુવાએ કહ્યું કે, હું થોડીવારમાં આવું છું મારે પૈસાની જરૂર છે. જોકે, તે સમયે કારમાં ધારા સાથે મીત હાજર હતો.

તે દરમિયાન સૂરજ ભુવા અને તેના ભાઇઓ ત્યાં આવે છે અને ધારા સાથે ઝઘડો કરે છે. થોડીવારમાં ઝઘડો ખૂબ જ વધી જાય છે અને સૂરજ ધારાનું ગળું દબાવી મારી નાખે છે. ત્યારે સૂરજ અને તેની સાથે અન્ય લોકો ભેગા મળીને ધારાની લાશને પેટ્રોલ અને લાકડાથી સળગાવી નાખે છે.

પોલીસ ધારાના મોબાઇલ ફોનના લોકેશન અને તે ગુમ થઇ હતી ત્યારની કોલ ડિટેઇલ સહિતની વિગતો જાણવાનો પ્રયાસ કરે છે. ત્યારે આરોપીઓ સાથે તેનું કનેક્શન મળતા પોલીસ તમામની અટકાયત કરી કડક પૂછપરછ કરે છે. આ દરમિયાન પોલીસ સામે આવ્યું હતું કે, તમામ લોકોએ ભુવાના કહેવા પર આ તરકટ રચ્યું હતું.