ટીમની કેપ્ટન્સીમાં સતત બદલાવ પર સૌરવ ગાંગુલીએ આપ્યો જવાબ, તેની પાછળનું અસલી કારણ જણાવ્યુ

ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લા કેટલાક મહિનામાં કેટલાક ખેલાડીઓની કેપ્ટન્સીમાં રમવા માટે ઉતરી ચુકી છે. વિરાટ કોહલી પછી પસંદગીકારોએ રોહિત શર્માને ત્રણેય ફોર્મેટમાં નિયમિત કેપ્ટન નિયુક્ત કર્યો છે. એમ તો ત્યારથી અત્યાર સુધી ટીમ માટે કેએલ રાહુલ, શિખર ધવન, રિષભ પંત અને હાર્દિક પંડ્યા ટીમની કમાન સંભાળી ચુક્યા છે. સીરિઝ પછી ટીમની કેપ્ટન્સીમાં બ દલાવ જોવામાં આવ્યો છે જેને લઇને હવે બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ જવાબ આપ્યો છે.

સૌરવ ગાંગુલીએ કહ્યુ, રોહિત શર્મા હવે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમનો કેપ્ટન છે. તે ઘણી વધુ ક્રિકેટ રમી રહ્યો છે તો એવામાં ઇજાગ્રસ્ત થવુ શક્ય છે અને આ કારણે તેને ઇજાથી બચવા માટે બ્રેકની જરૂરત છે. આ વસ્તુનો અમને ફાયદો મળે છે. આ ઘણા નવા ખેલાડીઓને આગળ આવવાની તક આપે છે જે આ સમયે અમે પણ જોઇ રહ્યા છીએ.

છેલ્લા કેટલાક સમયની વાત કરીએ તો સાઉથ આફ્રિકા વિરૂદ્ધ ઘરમાં રમાયેલી સીરિઝમાં કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને તે ઇજાગ્રસ્ત થઇને બહાર થવા પર રિષભ પંતને કેપ્ટન્સી કરવાની તક મળી હતી. આયરલેન્ડ પ્રવાસમાં હાર્દિક પંડ્યાના હાથમાં ટીમ ઇન્ડિયાની કમાન હતી. વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ શિખર ધવનની કેપ્ટન્સીમાં ભારતીય ક્રિકેટ ટીમ વન ડે સીરિઝ રમવા ગઇ હતી. હવે ઝિમ્બાબ્વેમાં રમાનારી વન ડે સીરિઝમાં ફરી એક વખત લોકેશ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યુ, અમે વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ સીરિઝમાં શાનદાર જીત મેળવી હતી, ઇંગ્લેન્ડને તેના ઘરમાં હરાવવામાં સફળતા મેળવી, આ બધુ આ નવા ખેલાડીઓની ફૌજના દમ પર જ શક્ય થયુ છે. હવે ભારત પાસે 30 ખેલાડીઓની એક સારી પુલ તૈયાર થઇ ચુકી છે, જે કોઇ પણ સમયે ભારતની આંતરરાષ્ટ્રીય ટીમ માટે રમવામાં સક્ષમ છે.