Stock Market / સપ્તાહના છેલ્લા દિવસે શેર બજારમાં જોવા મળી ખરીદી, લીલા નિશાનમાં બંધ થયા સેંસેક્સ-નિફ્ટી

ભારતીય શેરબજાર માટે આજે સપ્તાહનો છેલ્લો ટ્રેડિંગ દિવસ હતો. આજે સવારે બજાર લાલ નિશાનમાં ખુલ્યું અને દિવસભરના ટ્રેડિંગ સેશન પછી લીલા નિશાન પર બંધ થયું. આજના કામકાજના અંતે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ લગભગ 134.47 પોઈન્ટ્સ અથવા 0.23 ટકાના વધારા સાથે 59,467.07 પોઈન્ટ પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી માત્ર 38.45 પોઈન્ટ્સ અથવા 0.22 ટકાના વધારા સાથે 17,697.45 પોઈન્ટ પર બંધ થયો હતો.

કેવી રહી સવાલ

વૈશ્વિક બજારના સુસ્ત સંકેતોને કારણે સ્થાનિક શેરબજારમાં સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શરૂઆતથી જ ઘટાડો જોવા મળ્યો હતો. ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટીએ લાલ નિશાન સાથે કારોબાર કર્યો હતો. ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં 30 શેરો વાળો સેન્સેક્સ 96 પોઈન્ટ ઘટીને 59,236 ના સ્તર પર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી 50 પોઈન્ટ સપાટ ખુલ્યો હતો. પરંતુ થોડા સમય બાદ તેમાં 22 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો.

સેક્ટરની સ્થિતિ

માર્કેટમાં આઈટી, ફાર્મા, એફએમસીજી, મીડિયા સિવાય અન્ય તમામ સેક્ટરના શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. ઓટો, એનર્જી, મેટલ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ જેવા સેક્ટર સિવાય બેન્કિંગમાં તેજી જોવા મળી હતી. મિડકેપ સ્મોલ કેપ શેરોમાં ઉછાળો જોવા મળ્યો. નિફ્ટીના 50 શેરોમાંથી 26 શેર લીલા નિશાનમાં અને 24 શેર લાલ નિશાનમાં બંધ થયા છે. તો સેન્સેક્સના 30 શેરોમાંથી 13 શેર લીલા નિશાનમાં અને 17 લાલ નિશાનમાં બંધ થયા છે.

ગ્લોબલ માર્કેટની સ્થિતિ

બીજી તરફ સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે ગ્લોબલ માર્કેટમાંથી સુસ્તીનો સંકેત મળી રહ્યો છે. ગુરુવારે ડાઉ જોન્સમાં થોડો વધારો થયો હતો અને તે દિવસના ઉચ્ચ સ્તરેથી 300 પોઈન્ટ ઘટીને બંધ થયો હતો. બીજી તરફ નાસ્ડેક 0.6 ટકા ઘટ્યો હતો. SGX નિફ્ટી 18.50 અંકોની નબળાઈની સાથે 17668 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. આજે IIP (જૂન) અને CPI (જુલાઈ)ના આંકડા આવશે.

આજે LICના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. એલઆઈસીનો શેર આજે પણ 0.40ના વધારા સાથે 683.00 પર બંધ રહ્યો હતો.