સુરતવાસીઓ ચાલો તૈયાર થઇ જાવ, બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનાં કાર્યક્રમમાં આવવા બાબા એક પણ રૂપિયો લેતા નથી.

સુરત(surat):બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આજ કાલ ખુબ જ ચર્ચા માં છે,સુરતમાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને ખુબ જ જોરશોર થી તૈયારી ચાલુ કરી દેવામાં આવી છે.લિંબાયત વિસ્તારના નીલગીરી સર્કલ ખાતે દિવ્ય દરબાર માટેના સ્ટેજની તૈયારી કરી દેવામાં આવી છે.

ભાજપના નેતા દ્વારા યોજાયેલી  પત્રકાર પરિષદમાં કાર્યક્રમ અંગેની તમામ માહિતી આપવામાં આવી હતી. જેમાં લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલે જણાવ્યું હતું કે, બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી કાર્યક્રમ માટે 1 પણ રૂપિયા લેતા નથી, પાર્કિગ માટે 6 અલગ અલગ સ્લોટ તૈયાર કરવામાં આવ્યા છે.

પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, 11 જેટલી અલગ અલગ સમિતિ બનાવી છે. જેમાં ફાયર સમિતિ, સિક્યોરિટી સમિતિ, પાણી સમિતિ, વ્યવસ્થા સમિતિ, સ્વાગત સમિતિ સહિત 11નો સમાવેશ થાય છે. જે આખા કાર્યક્રમ દરમિયાન સક્રિય રહેશે.

સંગીતા બેનએ જણાવ્યું હતું કે  આ કાર્યક્રમ માટે બાબાએ એક પણ રૂપિયો લીધો નથી.આખો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ભાજપના તમામ નેતાઓ કાર્યક્રમના આયોજન માટેની તૈયારી કરી રહ્યા છે.