સુરત:પતિ વ્યાજે પૈસા લેતો બદલામાં પત્નીને વ્યાજખોરોને સોંપી દેતો,પત્ની બની વારંવાર દુષ્કર્મનો ભોગ

સુરત:વ્યાજ ને લીધે આજ કાલ ખુબ જ હેરાનગતિ નો લોકોને સામનો કરવો પડે છે.વ્યાજે પૈસા તો લઇ લે છે, પણ પછી આપી શકતા નથી,સુરત માં આવી જ એક ઘટના સામે આવી છે.

વર્ષ 2017માં અમરેલી જિલ્લાના એક ગામમાં રહેતા પતિ દ્વારા વ્યાજખોરો પાસેથી પૈસા લેવામાં આવ્યા હતા અને પૈસાની સગવડ ન થતા પતિએ જ પત્નીને વ્યાજખોરોને સોંપી દીધી હતી.

2017માં પતિ દ્વારા વ્યાજખોર શ્યામ અને વશરામ પાસેથી 40થી 50 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા. જોકે આ પૈસા મહિલાના પતિ દ્વારા સમયસર ચૂકવવામાં ન આવતા વ્યાજખોરો પૈસાને ઉઘરાણી કરતા હતા. અંતે પતિએ પત્નીને વ્યાજખોરોના હવાલે કરી દીધી હતી અને ત્યારબાદ આ બંને વ્યાજખોરો અવારનવાર મહિલા સાથે દુષ્કર્મ કરતા હતા.

પતિને છૂટાછેડા આપ્યા બાદ સુરતમાં રહેતી મહિલાએ પતિ સહિત ચાર લોકો સામે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદમાં આક્ષેપ છે કે પતિએ ત્રણ વ્યાજખોરો પાસેથી પૈસા લીધા હતા અને પૈસા આપવાના બદલે વ્યાજખોરોને કહ્યું હતું કે, મારી પત્ની લઈ જાવ અને ત્યારબાદ ત્રણેય વ્યાજખોરે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું.

તેણે ઉલ્લેખ કર્યો છે કે પતિ જુગાર રમવાનો અને દારૂ પીવાની ટેવ ધરાવતો હતો. ભોગ બનનાર મહિલાનું કહેવું છે કે વશરામ અને શ્યામ નામના જે વ્યક્તિઓ છે તે ખૂબ માથાભારે હોવાના કારણે તે પોલીસ ફરિયાદ નોંધાવતા ન હતા. પરંતુ પતિને છૂટાછેડા આપ્યા બાદ મહિલાના પરિવારના સભ્યોએ મહિલાને હિંમત આપતા તેમને આ મામલે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને કતારગામ પોલીસે મહિલાના પતિ સહિત શ્યામ, વશરામ અને રમેશ નામના ઇસમો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે . આ ઘટનામાં મહત્વની વાત એ છે કે ફરિયાદ નોંધાયાના એક મહિના જેટલો સમય થયો હોવા છતાં પણ હજુ પોલીસ દ્વારા એક પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.