સુરત (surat):હાલમાં આપણી સામે હચમચાવી દે એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે ગુજરાત રાજ્યમાં આવેલા સુરત શહેરના કતારગામ વિસ્તારની એક ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનાની જો વિસ્તારથી વાત કરવામાં આવે તો વ્યાજખોરોના રૂપિયા નહીં ચૂકવતા પતિએ પત્નીને વ્યાજખોરોના હવાલે કરી દીધી હતી. જ્યારે પત્નીએ સમગ્ર મામલે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ત્યારે પોલીસે બે આરોપીની તુરંત ધરપકડ કરી હતી.
માત્ર ₹40,000 લેણદારોને પરત કરવા પતિ સક્ષમ ન હતો, તે કારણે પતિએ લેણદારને પોતાની પત્ની સોંપી દીધી હતી અને લેણદારે પરિણીતા પર ત્રણ વર્ષ સુધી દુષ્કર્મ આચાર્ય હતું.
આ મામલે પરિણીતાએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે વધુ તપાસ કરતા લેણદેરની ધરપકડ કરી હતી અને તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
લેણદારે પત્ની પર ત્રણ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ પરિણતા પતિથી છૂટી થઈ ગઈ હતી. અને અંતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા નાયબ પોલીસ અધિકારીએ તે લેણદારની ધરપકડ કરી હતી.
સુરતના કતારગામ વિસ્તારમાં સ્થિત એક યુવકે રમેશ શિંગાળા પાસેથી રૂપિયા ૪૦ હજાર રુચિના લીધા હતા. તે રકમ પરત ન થઈ શકતા તેને અન્યને પત્ની સોંપી દીધી હતી અને તેના પર સતત ત્રણ વર્ષ એટલે કે 2017 થી 2020 સુધી પત્ની પર દુષ્કર્મ આચાર્ય હતું. આ મામલે પોલીસે રમેશ શિંગાળા અને તેના પતિની ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.