અમદાવાદ(Amadavad):ઇસ્કોન બ્રિજ પર બુધવારની રાતે અકસ્માતએ ભલ ભાલના રુવાડા ઉભા કરી દીધા હતા,અકસ્જોમાત જોવા ઊભા રહેલા લોકોને જેગુઆર કારે ફૂટબોલની જેમ 30 ફૂટ ઉલાળ્યા હતા. જેમાં 9 લોકોનાં મોત થયાં હતાં. ઘટના બાદ લોકોએ જેગુઆર કારચાલક તથ્ય પટેલને ધોઇ નાખ્યો હતો.
અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતનો આરોપી તથ્ય પટેલ બેશરમની જેમ કઈ થયું જ ન હોય તેમ બિન્દાસ પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો. તેના ચહેરા પર જરા પણ અફસોસ ન હતો. બાપ-દીકરો બંને એક જ જગ્યાએ હાજર હતા. બંને ગુનેગાર જેવી માનસિકતા ધરાવતા હતા.
શહેરનો સૌથી મોટો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક બે નહીં પણ નવ લોકોનાં મોત નીપજ્યાં હતાં.રસ્તા પર કારના બોનેટ પર લાશો પડી હતી. આ બધાની વચ્ચે આરોપી તથ્ય પટેલને તેનો ગુનેગાર બાપ પ્રજ્ઞેશ આવીને લઈ ગયો હતો. પોતે પોતાના પુત્રની ભૂલ કહેવાના બદલે તે બિન્દાસ આવે છે અને નીકળી જાય છે.
તથ્ય પટેલની કારમાં તથ્ય પટેલ સહિત બે યુવક અને ત્રણ યુવતીઓ હતી. તથ્ય પટેલ કાર ચલાવતો હતો, ત્યારે તેની બાજુમાં એક યુવતી બેઠી હતી.જેગુઆરમાં આર્યન પંચાલ, શાન સાગર, શ્રેયા, ધ્વનિ અને માલવિકા પટેલ હતી. આ પાંચેયની પોલીસે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. આ પાંચેય તથ્ય સાથે મોહમદપુરા પાસે આવેલા એક કેફેમાં ભેગાં થયાં હતાં. બધાં ત્યાંથી રાજપથ ક્લબ તરફ જવા નીકળ્યાં હતાં.
જેમાં ધર્મેન્દ્રસિંહ નારસંગભાઈ પરમાર (ઉં.વ.40, ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ),નિલેશ મોહનભાઈ ખટીક (ઉ.વ.38, હોમગાર્ડ),અમનભાઈ, અમિરભાઈ કચ્છી (ઉં.વ.25, રહે-સુરેન્દ્રનગર)નિરવભાઈ રામાનુજ (ઉં.વ.22, રહે- રામાપીરના મંદિર પાસે, ચાંદલોડિયા),રોનક રાજેશભાઈ વિહલપરા (ઉ.વ.23, રહે- બોટાદ),અરમાન અનિલભાઈ વઢવાણીયા (ઉં.વ. 21, રહે- સુરેન્દ્રનગર),અક્ષર અનિલભાઈ પટેલ (ઉં.વ.21, રહે- બોટાદ),કુણાલ નટુભાઈ કોડિયા (ઉ.વ. 23, રહે- બોટાદ),જસવંતસિંહ ચૌહાણ (એસજી હાઈવે-2માં ટ્રાફિક-પોલીસ ઇન્વેસ્ટિગેશન) હતા.