બાપના રૂપિયાનો ધુમાડો કરતો તથ્ય પટેલના કારણે ૯ ઘરમાં ચૂલો સળગ્યો ન હતો, ત્યારે આ નબીરા બાપ -દીકરાએ જમીને હોડકાર ખાધો .

અમદાવાદ (Amdavad ):અમદાવાદના એસજી હાઇવે પર મોડી રાત્રે એક વાગ્યાની આસપાસ બનેલી અકસ્માતની ઘટનામાં નવ લોકોનાં મોત થયાં છે. જ્યારે આ ગમખ્વાર અકસ્માતમાં જેગુઆર કારચાલક તથ્ય બિલ્ડર પ્રજ્ઞેશ પટેલનો પુત્ર હોવાનું સામે આવ્યું છે. નવ પરિવારનો માળો વિખેરનારા તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને પોલીસ સ્ટેશનમાં સબક શિખવાડવામાં આવ્યો હતો. બાપ-દીકરાને નીચે બેસાડીને પોલીસે પેપર ડિશમાં જમાડ્યા હતા.

તથ્ય પટેલ પોતાની વૈભવી લાઈફ સ્ટાઈલ જીવવા માટે બદનામ હતો. પોતાની સાથે દેખાડો કરવા માટે યુવતીઓ અને મિત્રોને સાથે રાખતો અને તેની પાછળ હજારો રૂપિયા ખર્ચી નાખતો હતો.મળતી માહિતી પ્રમાણે તે એક કોફીના 500થી 700 રૂપિયા ચૂકવતો હતો. તેની સાથે આવતા તમામનો ખર્ચો પણ તે જ ઉપાડતો હતો. રોજનો 5-10 હજાર રૂપિયા ખર્ચ કરતો તથ્ય પટેલ નવ લોકોના મોત બાદ પણ તેના મોઢા પર જરા પણ શરમ ન હતી.

પોલીસ સ્ટેશનના બીજા માળે આવેલા એક રૂમની અંદર પ્રજ્ઞેશ પટેલને બેસવા માટે ખુરશીની વ્યવસ્થા થઈ હતી. જ્યારે તેના મળતિયા પોલીસ સ્ટેશનમાં આટા મારતા દેખાતા હતા.પ્રજ્ઞેશ પટેલ પહેલાંથી જ ગુનાહિત માનસિકતા ધરાવે છે અને તેની માનસિકતા ક્ષતિ સરખેજ પોલીસ સ્ટેશનમાં થઈ હતી..