ગુજરાતમાંથી હત્યા અને આત્મહત્યા ના અવારનવાર કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે.આજ કાલ આત્મહત્યા નું પ્રમાણ ખુબ જ વધી ગયું છે. દિવસે ને દિવસે લોકોની સહનશક્તિ ઓછી થતી જાય છે. ત્યારે હાલમાં જ તળાજા માંથી એક કોલેજીયન યુવતીની લાશ પાણીના ટાંકામાંથી મળી આવી છે.
આ ઘટનાની જો સમગ્ર વાત કરીએ તો મૂળ તળાજા તાલુકાના ગોરખી ગામની રહેવાસી અને પાલીતાણા તાલુકાના વાળુકડ ગામમાં આવેલ લોક વિદ્યાલયમાં રહીને અભ્યાસ કરતી કૃપાલી ભટુરભાઈ ડોળાસિયા એ ગતરોજ વહેલી સવારે હોસ્ટેલની ઉપર જ આવેલા પાણીના ટાંકામાં પડીને જીવન નો અંત લાવતા આસપાસના લોકો ચોકી ગયા છે.
કૃપાલી તે વિદ્યાલયમાં B.COM નો અભ્યાસ કરી રહી હતી પરંતુ અચાનક આપઘાત કરતા તેના પરિવારમાં શોખનું મોજુ ફરી વળ્યું છે. આ ઘટનાની સાથે જ પરિવારજનો હોસ્ટેલ આવી પહોંચ્યા હતા અને આ આત્મહત્યા પાછળનું સાચું કારણ બહાર લાવવાની પણ માંગ કરી હતી. હોસ્ટેલના સ્ટાફ શિક્ષકો અને તેના મિત્રોને પણ પૂછપરછ કરી હતી જેમાં કોઈ ખાસ કારણ બહાર આવ્યું નથી.
આ મામલે પોલીસે ઘટના સ્થળે અને આસપાસના લોકોને પૂછપરછ કરીને વધુ તજવીજ હાથ ધરી છે. યુવતી ની લાશને પોસ્ટમોર્ટમ માટે ભાવનગર ની સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પોલીસે આગળની કામગીરી હાથ ધરી છે.