આપણા ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોમાં અકસ્માત ની ઘટનામાં ખુબ જ વધારો થતો જોવા મળે છે. ત્યારે હાલમાં જ સુરત બારડોલી નેશનલ હાઈવે પર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.
બારડોલી ના ભમરોલી નજીક કાર અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થતાં આ ગંભીર અકસ્માત સર્જાયો હતો અને આસપાસના સૌ લોકો ભેગા થઈ ગયા હતા, અને તુરંત સમગ્ર પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.આ અકસ્માતની ઘટનામાં પરિવારના છ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
અકસ્માતની ઘટના સાથે જ ઘટના સ્થળે મોતની જોર જોરથી ચીસો ગુંજતી થઈ ગઈ હતી,આ પરિવાર સુરતના માંડવી જિલ્લા ખાતે રહે છે અને તે બારડોલીના તરસાડી ખાતે લગ્ન પ્રસંગમાં જઈ રહ્યો હતો ત્યારે આ ગંભીર ઘટના આ પરિવાર સાથે બની હતી.આ ઘટનાથી વાતાવરણ માં પણ સન્નાટો થઇ ગયો હતો.
આ ઘટનામાં ત્રણ મહિલાઓ એક બાળક અને પુરુષનું ઘટના સ્થળે જ દર્દનાક મોત થયું હતું અકસ્માતની ઘટના બાદ આસપાસનું દ્રશ્ય ટ્રાફિકમય પણ સર્જાયું હતું. આ ઘટનાના ભયાનક દ્રશ્યો જોઈને લોકો ચોકી ગયા હતા. અને પોલીસે આ ઘટના અંગેની વધુ તપાસ હાથ ધરી હતી.
આ ઘટનાથી બધા લોકો ખુબ જ ચોકી ગયા હતા.આ ઘટનાના સમાચાર પરિવારને મળતાની સાથે જ પરિવારમાં શોક નું મોજુ ફરી વળ્યું હતું.