અત્યારે વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે,અમુક બાળકો ફરવા જવાનું નક્કી કરે છે,તો અમુક બાળકો મામાના ઘરે જવાનું પસંદ કરે છે., પરંતુ રજાની મજા માણવા આવેલી દીકરીઓ સાથે કઈંક એવું થયું કે જાણીને તમારા રુવાડા બેઠા થઇ જશે. તાજેતરમાં જ કડીથી એક કિસ્સો સામે આવ્યો છે.
જ્યાં બે દીકરીઓ મામાના ઘરે અને એક દીકરી તેની માસીના ઘરે વેકેશન કરવા આવી હતી. ત્યાં કેનાલમાં કપડાં ધોવાના બહાને નહાવાનો નિર્ણય કર્યો ને પગ લપસ્યો. ત્યાં જ કિશોરીઓ ડૂબવા લાગી.ઘણો સમય થયો હોવા છતાં હજુપણ કિશોરીની ભાળ ન મળતાં બંને જીવીત હાલતમાં મળે તેની શક્યતાઓ ખૂબ ઓછી જોવા મળી રહી છે.
વિરમગામ તાલુકાના નીલકી ગામની પૂજા નાનુભાઈ ભરવાડ (ઉં.વ.18) કે જે પોતે વરખડિયા ગામે રહેતા માસા માતમભાઈના ઘરે બે દિવસ અગાઉ આવી હતી. જ્યારે પિંકી સેનાભાઈ ભરવાડ (ઉં.વ.14) જે પોતે તેના મામા વરખડિયા ગામે રહેતા હોવાથી મનુભાઈ ભરવાડના ઘરે એક મહિના પહેલા આવી હતી. અને ભરવાડ કિસાબેન કનુભાઈ કે જે પોતે પોતાના મામા ભરવાડ કિરણભાઈના ઘરે 20 દિવસથી આવી હતી.
ઘટના બનતા લોકોએ બાવલુ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે મહેસાણા ફાયર ફાઈટરની ટીમને જાણ કરી હતી અને તાત્કાલિક તેઓ પણ ઘટનાસ્થળે તરવૈયા સહિત આવી પહોંચ્યા હતા અને બેની શોધખોળ આદરી હતી.
બે દીકરીઓની હજુ કોઈ ભાળ નથી જ્યારે એકનો બચાવ થઈ ગયો છે. તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.